રાજકોટ : 24 કલાકમાં 6ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 400ને પાર, 815 દર્દી સારવાર હેઠળ

0
4

રાજકોટમાં 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 400ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 815 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શનિવારે 67 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાથી 134 દર્દીના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

રાજકોટમાં કોવિડની ક્ષમતા વાળા 1866 બેડ ખાલી છે

રાજકોટમાં કેસની સંખ્યા ભલે સતત સ્થિર રહે પણ હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યા ઘટી રહી છે. રાજકોટમાં 2600 કોવિડની ક્ષમતા છે જેમાંથી 1900 બેડ શુક્રવાર સુધી ખાલી હતા અને શનિવારની સ્થિતિએ 1866 ખાલી છે એટલે કે બેડની સંખ્યા સતત ઘટતી જાય છે. જે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. બીજી તરફ તંત્રના સત્તાવાર ચોપડે 1203 દર્દી સારવારમાં હોવાનું નોંધાયું છે. હાલ કોવિડ હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા વધી રહી છે. જેમાં અત્યારે 1866 જેટલા બેડ ખાલી જોવા મળે છે. તંત્ર આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ રહ્યું છે.

ગુજરાતમાં 4 તબક્કામાં વેક્સિન આપવામાં આવશે

દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. રાજકોટમાં ખાનગી કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here