રાજકોટ : 6ના મોત,જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 11,343 પર પહોંચી.

0
0

રાજકોટમાં 24 કલાકમાં 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 343 પર પહોંચી ગઈ છે. માત્ર રાજકોટ શહેરમાં જ પોઝિટિવ કેસની સંખ્યા 7700ને પાર પહોંચી ગઈ છે. જો કે જિલ્લાભરમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યાં હોવાથી ખાલી બેડની સંખ્યા વધી રહી છે.

19 માર્ચે રાજકોટમાં પ્રથમ કેસ નોંધાયો હતો

રાજકોટમાં કોરોનાના 7 મહિના પૂરા થયા છે. 19મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લાભરમાં 11343 કેસ થઇ ચૂક્યા છે. ઓગસ્ટ માસના અંતમાં કુલ કેસની સંખ્યા 100ને પાર થઈ હતી અને ત્યારબાદ સતત 125થી 150ની વચ્ચે કેસ આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી કુલ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને રવિવારે તો નવા 97 કેસ નોંધાયા છે. જે બે મહિનામાં સૌથી ઓછા છે.

હાલની સ્થિતિએ 1803 બેડ ખાલી છે

રવિવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 7નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કુલ મોતની સંખ્યા 153 કરતા પણ વધી ગઈ છે. રાજકોટમાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા હોવાથી ખાલી બેડની સંખ્યા વધી રહી છે હાલની સ્થિતિએ 1803 બેડ ખાલી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા માટે ફોન આવતા બંધ થઈ ગયા છે તેમજ ખાનગી હોસ્પિટલને લગતી ફરિયાદ પણ નોંધાઈ રહી નથી. હવે લોકોએ જાગૃતતા દાખવવી જરૂરી છે.

સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યો, વીડિયો વાઇરલ થયો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યાનો વીડિયો વાઇરલ થયો છે. OPD વિભાગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સુપરવાઈઝીંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં રોજ અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા સિવિલ પર અનેક સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here