Friday, April 19, 2024
Homeમહેસાણા : બાયપાસ પરથી ઓવરલોડ ખનિજવહન કરતા 6 ડમ્પર સીઝ કરાયા.
Array

મહેસાણા : બાયપાસ પરથી ઓવરલોડ ખનિજવહન કરતા 6 ડમ્પર સીઝ કરાયા.

- Advertisement -

મહેસાણામાં ચૂ઼ટણી પછી ફરી ખાણ અને ખનિજ તંત્ર બિનઅધિકૃતરીતે સાદી માટી, રેતી વહન કરતાં વાહનોના ચેકિગમાં લાગ્યુ છે.જેમાં બુધવારે મોડીરાત સુધી બાયપાસ હાઇવે સર્કલ વિસ્તારોમાંથી ખનિજવહન કરતાં વાહનોને થંભાવીને તપાસ કરાઇ હતી.જેમાં ઓવરલોડ માટી ભરેલા 6 ડમ્પર સીઝ કરીને દંડ વસુલાત માટેની કાર્યવાહી કરી હતી.જિલ્લામાં કેટલાક ઠેકાણે ખનીજના ઇજારદારો ગમે તે ભોગે તંત્રની આંખમાં ધૂળ નાખીને ખનીજ ચોરી કરે છે ત્યારે મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા બુધવારે આવા ખનીજચોરો સામે 6 કેસ કરીને ખનિજ સહિત 6 ડમ્પરનો કુલ અંદાજે રૂપિયા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મીત પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બુધવારે મોડીરાત સુધી મહેસાણા બાયપાસ રોડ, ડીમાર્ટ સર્કલ, નુગર સર્કલ, ફતેપુરા સર્કલ વિસ્તારમાં સાદી માટી, રેતી ખનિજ ભરેલા વાહનોનું ચેકિંગ કરાયુ હતું.06 ટ્રક સીઝ કરી કલેકટર કચેરી સંકુલમાં લઇ જવાયા હતા.સુત્રોએ કહ્યુ કે ં રૂ. 8 થી 10 લાખનો રોયલ્ટીદંડ વસુલાત સાથે કાર્યવાહી બાદ વાહનો મુક્ત કરાશે.

રોયલ્ટી પાસ મુજબ ખનિજ લોડ ભરી શકાય

સામાન્યરીતે રોયલ્ટી પાસ 10 ટાયરવાહનમાં 19 થી 21 ટન, 12 ટાયરવાળા વાહનમાં 24 થી 26 ટન,14 ટાયરવાહનમાં 29 ટન અને 16 ટાયર વાહનમાં 33 ટન વહન માટેની રોયલ્ટી મળતી હોય છે.રોયલ્ટીપાસમાં સુચિત કરવા વધુ ખનિજ વહન વાહનમાં બિનઅધિકૃત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular