Saturday, July 20, 2024
Homeવરસાદમાં વૃક્ષ નીચે ઉભેલા એક જ પરિવારના 6 સભ્યો પર વીજળી પડી,...
Array

વરસાદમાં વૃક્ષ નીચે ઉભેલા એક જ પરિવારના 6 સભ્યો પર વીજળી પડી, એકનું મોત, 5 ગંભીર રીતે દાઝ્યા

- Advertisement -

વડોદરા: વડોદરા શહેરના ફતેગંજ ઇ.એમ.ઇ. સર્કલ પાસે આજે શુક્રવારે બપોરે વીજળી પડતા એક જ પરિવારના 6 વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ગંભીર દાઝી ગયેલા 5 યુવાનોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વૃક્ષ પર વીજળી પડતા પરિવારના 6 સભ્યો દાઝ્યા
વડોદરા શહેર-જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે થયેલા પ્રચંડ ગાંજવીજ સાથે ફતેગંજ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો. તે સમયે વરસાદથી બચવા માટે એક જ પરિવારના 6 વ્યક્તિઓ નવલસિંગ જામસીંગ પરમાર(35), રમા જામસીંગ પરમાર(35), મુન્ના જામસીંગ પરમાર, ઇલુ પાંગળા ડામોર(30) અને સરવેશ મુન્ના પરમાર(20) અને કાલુભાઇ સોમલાભાઇ ડામોર (25) ઝાડ નીચે ઉભા થઇ ગયા હતા. તે સમયે જોરદાર વીજળીનો કડાકા સાથે વીજળી ઝાડ ઉપર પડતાં પરિવારના 6 સભ્યો દાઝી ગયા હતા.

સારવાર દરમિયાન એકનું મોત

મૂળ મધ્યપ્રદેશના વતની તમામ 6 લોકો ઇ.એમ.ઇ. પાસે ચાલતી ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતા હતા. આજે કામ બંધ રાખ્યું હતું. તમામ સાઇટ પાસે ઉભા હતા. દરમિયાન એકાએક વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થતાં વરસાદથી બચવા માટે તેઓ ઝાડ નીચે ઉભા થઇ ગયા હતા. ઝાડ ઉપર વીજળી પડતાં જ ઝાડ નીચે ઉભા રહેલા 6 વ્યકિતઓ ફંગોળાઇ ગયા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા તમામને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા નવલસિંગ જામસીંગ પરમારનું ટુંકી સારવાર દરમિયાન મોત ની્યું હતું.

લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા
બપોરના સમયે પ્રચંડ કડાકા સાથે ઝાડ ઉપર વીજળી પડતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ સાથે વિસ્તારના લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને ઇજા પામેલા તમામને હોસ્પિટલમાં ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ આ બનાવની જાણ ફતેગંજ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular