રાજકોટ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ, અમરેલી અને રાજકોટમાં વધુ 2-2 કેસ નોંધાયા

0
0

રાજકોટ. જૂનાગઢ જીલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 5 કેસ બરડીયા વિસાવદર અને એક કેસ કેશોદમાં નોંધાયો છે. આજે જે 5 કેસો બરડીયામાં આવ્યા છે, તેઓ 17 મેના રોજ પોઝિટિવ આવેલા વ્યક્તિના (દહિસર મહારાષ્ટ્રથી આવેલા) કુટુંબના સભ્યો છે, એટલે કે હાઇરિસ્કના સંપર્કમાં હતા. તમામ વ્યક્તિ એક જ ડેલામાં રહે છે. તો કેશોદમાં આવેલા એક કેસમાં તેમની ફેમિલી લોકડાઉન સમયે અમદાવાદ ફસાઇ ગઇ હતી. તેઓ 9 મેના રોજ પોતાની પત્ની અને પુત્રને અમદાવાદથી લેવા માટે ગયા હતા અને 12મી તારીખે કેશોદ પરત આવ્યા હતા. ત્યારથી જ હોમ ક્વોરન્ટીનમાં હતા.

અમરેલીમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી કુલ 4 કેસ થયા છે. જેમાં સાવરકુંડલાના નાના જિંજુડા ખાતે 45 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી. કોરોનાના લક્ષણો જણાતા 21 મેના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરેલીના ચાડીયા ખાતે 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ બાપુનગરથી 20 મેના રોજ અમરેલી આવ્યા હતા. તેઓને તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં તકલીફના લક્ષણો જણાતાં 22 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસિંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here