કોરોનાની વેક્સિન:45000 વેક્સિનના સ્ટોરેજ માટે 6 ફ્રીજને સ્ટેન્ડ ટુ રખાયા

0
0

વેક્સિનના સ્ટોરેજ માટેના 6 ફ્રીજમાં 45000 કોરોનાની વેક્સિનના ડોઝનો સ્ટોક રાખી શકાશે.
  • 300 MLના 2 નવા આઇસ લાઇવ રેફ્રીજરેટર ફાળવ્યા

 

ઉપરાંત જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાની વેક્સિનને સરળાથી મોકલી શકાય તે માટેનું માઇક્રોપ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશનની કામગીરીને લઇને હાલમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદમાં વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે આગામી સમયમાં ગાંધીનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી કરવાની થાય તે માટેની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે.

ત્યારે કોરોનાની વેક્સિનને નીયત કરેલા તાપમાનમાં રાખવાની હોવાથી તેના માટે રેફ્રીજરેટરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. જિલ્લા આરોગ્યતંત્ર પાસે વેક્સિન રાખવા માટે ચાર ફ્રીજ હતા. જ્યારે સરકાર દ્વારા 300 એમએલની કેપેસીટીવાળા નવા 2 રેફ્રીજરેટર આપવામાં આવ્યા છે. આથી આરોગ્ય તંત્ર પાસે હાલમાં કુલ 6 રેફ્રીજરેટર તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં કોરોનાની વેક્સિનના કુલ 45000 ડોઝનો સ્ટોર કરી શકાશે. જ્યારે વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે ત્યારે જિલ્લા પંચાયત ખાતે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર રખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here