Thursday, April 18, 2024
Homeસંક્રમણમાં ટોપ-10 રાજ્યો : 6 રાજ્ય એવા જ્યાં સાજા થનારાઓની સંખ્યા દાખલ...
Array

સંક્રમણમાં ટોપ-10 રાજ્યો : 6 રાજ્ય એવા જ્યાં સાજા થનારાઓની સંખ્યા દાખલ દર્દીઓથી વધુ, આધ્રપ્રદેશની સ્થિતિ સૌથી સારી

- Advertisement -

નવી દિલ્હી. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહાર છે. જેમાંથી તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જેટલા દર્દી હોસ્પિટલમાં દાખલ છે, તેમાથી વધારે સાજા થયા છે. આંધ્રપ્રદેશમાં 66, રાજસ્થાનમાં 60% અને ઉત્તરપ્રદેશમાં 59% દર્દી સાજા થઈ ચુક્યા છે.

રાજ્ય હોસ્પિટલમાં દર્દી સાજા થયા
મહારાષ્ટ્ર 38948 18616
તમિલનાડુ 8676 10548
દિલ્હી 8470 7495
ગુજરાત 6609 8003
રાજસ્થાન 3121 4855
મધ્યપ્રદેશ 3082 4050
ઉત્તરપ્રદેશ 2758 4215
પશ્વિમ બંગાળ 2573 1668
આંધ્રપ્રદેશ 1053 2133
બિહાર 2120 1050

 

સૌથી સારી સ્થિતિ આંધ્રપ્રદેશ, પછી રાજસ્થાનની 

સંક્રમિત થયેલા દર્દી અને તેમની તુલનામાં સાજા દર્દીઓની સંખ્યા જોવામાં આવે તો સૌથી વધારે 66% લોકો આંધ્રપ્રદેશમાં અને ત્યારબાદ 60% રાજસ્થાનમાં સાજા થયા છે. અહીંયા પણ મહારાષ્ટ્ર 31% સાથે સૌથી નીચે છે. આંધ્રપ્રદેશ આ હિસાબથી સારુ રાજ્ય છે કે ત્યાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની સરખામણીએ ટેસ્ટ વધારે થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે વારં વાર ટેસ્ટીંગ શક્ય નથી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, દેશમાં જરૂરિયાત પ્રમાણે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોખમ વાળા અથવા પછી બિમારીના લક્ષણ વાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સમયે સ્ટ્રેટજી બદલવામાં આવી રહી છે. દરરોજ 1.60 લાખ ટેસ્ટ કરવાની કેપેસિટી છે. અત્યાર સુધી 32 લાખ 44 હજાર 884 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 1.3 અબજની વસ્તીનું વારંવાર ટેસ્ટ મોંઘુ તો પડશે પણ સાથે જ તે અશક્ય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular