ગાંધીનગર : કલોલની એક જ સોસાયટીમાં 6ને કોરોના, ગાંધીનગર જિલ્લામાં નવા 14 કેસ સાથે કુલ દર્દી 100ને પાર

0
6

ગાંધીનગર. કોરોના વાઇરસે ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે. કલોલની હિંમતલાલ પાર્ક સોસાયટીમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાવોલ, ઝુંડાલ, છાલા અને રાંધેજા ગામમાં પણ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં 14 કેસ વધી ગયા છે.


કલોલમાં 6 કેસ પોઝિટિવ

કલોલમાં હિંમતલાલ પાર્ક સોસાયટીમાં અગાઉ કેટલાંક લોકો સંક્રમિત થયેલા છે અને હવે વધુ 6 કેસ પોઝિટિવ આવ્યા છે. જે લોકોનો રિપોર્ટ આવ્યો છે તેમાં એક 52 વર્ષીય મહિલા છે. જેમના પતિ અને પુત્ર સંક્રમિત થયેલા છે. તે ઉપરાંત 50 વર્ષીય પુરૂષ, 27 વર્ષીય મહિલા, 60 વર્ષીય પુરૂષ, 52 વર્ષીય મહિલા અને 29 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

વાવોલ ગામમાં બે લોકો સંક્રમિત

વાવોલ ગામમાં યુવક બાદ તેના પરિવારમાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. રોયલ બંગ્લોઝમાં રહેતા 60 વર્ષીય પુરૂષનો અને માણસા તાલુકાના બદપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે. ઝુંડાલ ગામમાં એક સાથે ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષની કિશોરી, જ્યારે 64 વર્ષીય પિતા અને 35 વર્ષીય પુત્ર સંક્રમિત થયા છે. જ્યારે રાંધેજા શિવશક્તિ નગરમાં રહેતો 25 વર્ષીય યુવક સંક્રમિત થયો છે આ યુવક આલમપુર એપીએમસીમાં કામ કરે છે. જ્યારે છાલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સ કોરોના પોઝિટિવ આવી છે.

ગાંધીનગર જિલ્લામાં આજે વધુ 14 કેસ સામે આવતા જિલ્લાનો આંકડો 100ને પર થઈ કુલ 111 પર પહોંચ્યો છે. કુલ 6 લોકોના મોત થઇ ચુક્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ વ્યક્તિઓના મોત થયા છે જેમાં કુડાસણમા 60 વર્ષીય મહિલા અને વિજાપુરનાં 60 વર્ષિય પુરૂષનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. હજુ સુધી આ બંને લોકો કોરોના પોઝિટિવ હતા કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here