વડોદરા : મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ તૂટી પડતાં 6 દબાયાની આશંકા, બેનાં મોત, ત્રણને રેસ્ક્યૂ કરાયા

0
0

શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં 9 વ્યક્તિ દબાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.

પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડી રાત્રે 4 માળની ઇમારત ઓચિંતી ધરાશાયી થઈ ગઈ હતી, જેને પગલે 9 વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકાભેર ઇમારત તૂટી પડતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડે પળભરનો પણ વિલંબ કર્યા વિના LED લાઇટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 1 વાગ્યા સુધીમાં 9 પૈકી 1 બાળક સહિત 3ને રેસ્ક્યૂ કરાયા હતા, બાકીની 6 વ્યક્તિની શોધખોળ જારી રખાઈ હતી.

સ્થાનિકો દ્વારા પણ રેસ્ક્યૂ કામગીરીમાં સહયોગ.
(સ્થાનિકો દ્વારા પણ રેસ્ક્યૂ કામગીરીમાં સહયોગ.)

 

પ્રાથમિક માહિતી મુજબ, દબાયેલી વ્યક્તિઓ શ્રમજીવીઓ હતી. તેઓ સૂતા હતા ત્યારે જ ઇમારત તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઇમારતનું હાલમાં કામ ચાલી રહ્યું હતું. મધરાતે બાવામાનપુરા વિસ્તાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓના સાઇરનથી ગુંજી ઊઠ્યો હતો. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા 3 પૈકી બે યુવકોનાં મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કાટમાળમાંથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવી.
(કાટમાળમાંથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવી.)
વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો.
(વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો.)
મજૂરનો મૃતદેહ બહાર કઢાયો.
(મજૂરનો મૃતદેહ બહાર કઢાયો.)
ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી.
(ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી.)
રાતના અંધારામાં ફ્લડ લાઇટના સહારે રેસ્ક્યૂ ઓપરેશન, લોકોનાં ટોળાં ઊમટ્યાં.
(રાતના અંધારામાં ફ્લડ લાઇટના સહારે રેસ્ક્યૂ ઓપરેશન, લોકોનાં ટોળાં ઊમટ્યાં.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here