Sunday, October 24, 2021
Homeકોરોના વર્લ્ડ : ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના...
Array

કોરોના વર્લ્ડ : ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન, સર્બિયામાં કોરોના પ્રતિબંધના વિરોધમાં સંસદ સામે પ્રદર્શન

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના 1 કરોડ 19 લાખ 57 હજાર કેસ નોંધાયા છે. 5 લાખ 46 હજાર 765 લોકોના મોત થયા છે. 69 લાખ 4 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ઓસ્ટ્રેલિયામાં સંક્રમણના કેસ વધતા રાજધાની મેલબોર્નમાં 6 સપ્તાહનું લોકડાઉન લાગુ કરાશે. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે બુધવાર રાતથી પ્રતિબંધ લાગુ થશે. આપણે સંક્રમણ સામે લડવા માટે સાથ મળીને કોશિશ કરવાની છે. મને આશા છે કે આપણે મુશ્કેલીમાંથી બહાર નિકળીશું અને સમગ્ર દેશને બચાવીશું.

સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં બુધવારે લોકોએ કોરોના પ્રતિબંધોના વિરોધમાં સંસદ સામે વિરોધ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટિયર ગેસના ગોળા છોડાયા.

રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટ ઉમેદવાર બાઈડને કહ્યું- સત્તામાં આવીશ તો અમેરિકા ફરી WHOનું સભ્ય બનશે

અમેરિકામાં 30.97 લાખ કેસ નોંધાયા છે. 1.34 લાખ લોકોના મોત થયા છે. 13.55 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાએ મંગળવારે સત્તાવાર રીતે પોતાને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેથી અલગ કરી લીધું છે. રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડને આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યા સુધી અમેરિકા ગ્લોબલ સિસ્ટમને મજબુત કરતું રહેશે ત્યાં સુધી અમેરિકાના લોકો સુરક્ષિત રહશે. હું રાષ્ટ્રપતિ બનીશ તો પ્રથમ દિવસે જ અમેરિકાને WHOમાં સામેલ કરીશ. હું વિશ્વકક્ષાએ અમેરિકાની લીડરશીપ ફરીવાર સ્થાપિત કરીશ.

ન્યૂઝીલેન્ડ: કોરોનાની જાણકારી આપનાર સાંસદનું રાજીનામુ

કોરોનાની જાણકારી લીક કરનાર ન્યૂઝીલેન્ડના સાંસદ હેમિશ વોકરે મંગળવારે રાજીનામુ આપી દીધું છે. વોકર સેન્ટર રાઈટ નેશનલ પાર્ટીના સભ્ય છે. તેમણે થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિતોની જાણકારી આપી હતી. વોકરે પોતાનું રાજીનામુ આપ્યા બાદ કહ્યું કે મારા નિવેદન અંગે અફસોસ વ્યક્ત કરું છું. હવે હું આવી ટિપ્પણી નહીં કરું. ન્યૂઝીલેન્ડમાં સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

10 દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ 

દેશ કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 30,97,084 1,33,972 13,54,863
બ્રાઝીલ 16,74,655 66,868 10,72,229
ભારત 7,43,481 20,653 4,57,058
રશિયા 6,94,230 10,494 4,63,880
પેરુ 3,09,278 10,952 2,00,938
સ્પેન 2,99,210 28,392 ઉપલબ્ધ નથી
ચીલી 2,98,557 6,384 2,64,371
બ્રિટન 2,86,349 44,391 ઉપલબ્ધ નથી
મેક્સિકો 2,68,008 32,014 1,63,646
ઈટાલી 2,41,956 34,899 1,92,815

 

બ્રિટન: ઈકોનોમિક રિકવરી માટે સરકાર મિની બજેટ લાવશે

બ્રિટન સરકાર કોરોનાથી થયેલા નુકસાન પછી ઈકોનોમિક રિકવરી માટે એક મિનીટ લાવશે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું સ્કૂલ, હાઉસિંગ, માર્ગ વિભાગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેડીકલ સુવિધાને સારુ બનાવવા માટે આ બજેટ મદદ કરશે. બ્રિટનમાં 2 લાખ 86 હજાર 349 કેસ નોંધાયા છે અને 44 હજાર 391 લોકોના મોત થયા છે.

કોલંબિયા: લોકડાઉન 1 ઓગસ્ટ સુધી લંબાવાયું

કોલંબિયામાં લોકડાઉન 1 ઓગસ્ટ સુધી લંબાવાયું છે. રાષ્ટ્રપતિ ઈવાન ડ્યુકે મંગળવારે દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા પછી આ જાહેરાત કરી હતી. 15 જુલાઈ પછી ઓછા કેસ વાળા શહેરોમાં પ્રતિબંધોમાં છૂટ અપાશે. કોલંબિયામાં અત્યાર સુધીમાં 1 લાખ 24 હજાર 494 કેસ નોંધાયા છે અને  4,359 લોકોના મોત થયા છે.

હવા દ્વારા પણ સંક્રમણ ફેલાય શકેશે: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પહેલીવાર સ્વિકાર્યું છે કે હવા દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે. WHOના એક્સપર્ટ બેનેડેટા એલેગ્રાંજીએ મંગળવારે કહ્યું કે અમે સ્વીકારીએ છીએ કે કોરોના હવા દ્વારા ફેલાવાના અમુક સબૂતો સામે આવી રહ્યા છે. આપણે એ વિશે વિચારવું જોઈએ. સંક્રમણ કંઈ રીતે ફેલાય છે તે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments