રાજકોટ : બોટાદમાં 6 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીને રજા આપવામાં આવી

0
9

રાજકોટ. બોટાદના વોર્ડ નં. 9માં વોરાવાડમાં 6 વર્ષના બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકના પિતાનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોટાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત નીપજ્યું છે. 1 દર્દી અમદાવાદ અને 1ને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બે વ્યક્તઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપાવમાં આવ્યો છે. હાલ સાળંગપુર ખાતે ઉભી કરવામાં આવેલી હોસ્પિટલમાં 12 લોકો સારવાર હેઠળ છે. રાજકોટમાં વધુ એક દર્દીને રજા આપાવમાં આવી છે. 34 વર્ષીય પુરૂષને રજા આપવામાં આવી છે. 15 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 12 દિવસની સારવાર બાદરજા આપવામાં આવ્યું છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 47 કેસ નોંધાયા છે. જે પૈકી 15 દર્દીને રજા આપવામાં આવી છે.

41માંથી 31 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજકોટમાં કોરોના  શંકાસ્પદ 41 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 31 નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 9ના રિપોર્ટ આવવાના બાકી છે.  ગઇકાલે 1 પોઝિટિવ કેસ આવતા શહરેમાં પોઝિટિવ કેસની સંખ્યા 47 થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here