5 મહિનામાં ગુજરાતમાં સ્ટેટ GST આવકમાં 6 હજાર કરોડનો વધારો

0
10

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે અર્થતંત્રનું સ્વાસ્થ્ય સારું રહ્યું. જીએસટી કલેક્શન તેનો સંકેત આપે છે. મેમાં સતત આઠમાં મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા(1,02,709 કરોડ)થી વધારે રહ્યું. જોકે તે ચાલુ વર્ષના એપ્રિલના 1.41 લાખ કરોડ રૂપિયાના કલેક્શનની તુલનાએ આશરે 27% ઓછું રહ્યું. પણ મે 2020ની તુલનાએ તે 65% વધુ છે. તેનું સૌથી મોટું કારણ નેશનલ લૉકડાઉન ન લગાવવું રહ્યું.ગુજરાતમાં એપ્રિલમાં 4 કરોડનું કલેક્શન

ગુજરાતની વાત કરીએ તો સ્ટેટ જીએસટીના આંકડા પણ સારાં રહ્યાં છે. જાન્યુઆરીથી મેના 5 મહિનામાં ગુજરાત સ્ટેટ જીએસટીને 17,357 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે 2020ના આ મહિનાઓની તુલનાએ 6 હજાર 166 કરોડ વધુ છે. એપ્રિલમાં જ્યારે કોરોના તેની ચરમસીમાએ હતું તે દરમિયાન 4 હજાર કરોડનું કલેક્શન થયું જે રેકોર્ડબ્રેક હતું. સ્ટેટ જીએસટી અધિકારીઓ કહે છે કે તેના ત્રણ મુખ્ય કારણો રહ્યાં છે. પ્રથમ- લૉકડાઉન લાગુ ન કરવું. બીજું – આયાત બંધ થવા છતાં લોકલ ડિમાન્ડ વધી અને ત્રીજું – કેટલાક પોલિસી નિર્ણય.

સ્ટેટ જીએસટીની સૌથી વધારે આવક એપ્રિલ માસમાં (કરોડમાં)

માસ 2020 2021
જાન્યુઆરી 3131.72 3413.8
ફેબ્રુઆરી 3209.1 3516.21
માર્ચ 2839.78 3518.73
એપ્રિલ 492.92 4272.06
મે 1518.54 2637.18
ટોટલ 11,191.96 17,357.98

 

આયાત બંધ થવાની સાથે લોકલ ડિમાન્ડમાં વધારો થયો

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના પ્રયાસોના કારણે ટેકસની રકમ રૂ. 4 હજાર કરોડને પાર થઇ તેની પાછળ સરકારની નવી ઔદ્યોગિક પોલિસી કામ કરી ગઇ છે. આ ઉપરાંત કર્મચારીઓની અથાગ મહેનતના કારણે જીએસટી કરચોરી પકડીને રાજ્યની તિજોરીમાં જમા કરાવી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને કમ્પલાઇન્સ કરાવવામાં સફળતા મળી છે. જેના કારણે રાજ્યમાં 90 ટકા રિટર્ન ફાઇલ થવા લાગ્યા છે. આ ઉપરાંત કરચોરી કરતા લોકો સામે પગલાં લેવામાં આવ્યાં અને તેમની પાસેથી ટેકસની રકમ દંડ અને વ્યાજ સાથે વસૂલવામાં આવી છે. > જે.પી. ગુપ્તા, કમિશનર સ્ટેટ જીએસટી

કુલ 11 સેક્ટરમાંથી 8 સેક્ટરની આવક વધી

સેકટર 2020 2021
એન્જિનિયરિંંગ ગુડસ 62 108
આયર્ન, સ્ટીલ 108 122
સર્વિસ ઓફ ઓલ કાઇન્ડ 70 162
ઓટોમોબાઇલ 78 82
કેમિકલ 128 192
સિમેન્ટ અને ઉત્પાદન 78.00 92.00
ટેક્ષ્ટાઈલ 32 22
ઇન્સ્યોરન્સ 48 72
ફાર્મા 80 142
સોફ્ટ ડ્રિન્ક્સ 18 12
ઇલેક્ટ્રોનિકસ ગુડ્સ 98 42

 

GST લાગુ થયા પછી પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન

રાજ્યમાં જીએસટી કલેકશન ગત વર્ષ કરતાં રૂ. 6 હજાર કરોડનો વધારો થયો છે. ગત વર્ષે જાન્યુ., ફેબ્રુ., માર્ચ, એપ્રિલ અને મે માસનું જીએસટી કલેકશન રૂ. 11,191 કરોડ થઇ હતી. 2021માં જાન્યુ.થી મે માસ દરમિયાન રૂ. 17,357 કરોડ આવક થઇ હતી. જેમાં સૌથી વધારે આવક એપ્રિલ માસમાં રૂ. 4272 કરોડની થઇ છે. જીએસટી લાગુ થયા બાદ પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન થયું છે.

​​​​​​​દેશમાં GST…

62,009 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું મે 2020માં 1.41 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું એપ્રિલ 2021માં 1,02,709 કરોડ રૂપિયા કલેક્શન થયું મે 2021માં એટલે કે એપ્રિલ 2021ની તુલનાએ 27% ઓછું રહ્યું. કારણ બીજી લહેરનું કેર રહ્યું.

દેશમાં 1 મેથી 4 જૂન સુધીનું જીએસટી કલેક્શન

સીજીએસટી 17,592
એસજીએસટી 22,653
આઈજીએસટી 53,199
સેસ 9265
કુલ 1,02,709

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here