Saturday, September 18, 2021
Homeદુનિયામાં વર્ષે ૫૦ હજાર કરોડ પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ થાય છે
Array

દુનિયામાં વર્ષે ૫૦ હજાર કરોડ પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ થાય છે

વિવિેધ પ્રકારના પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે, દુનિયામાં વર્ષે ૫૦ હજાર કરોડ પ્લાસ્ટિક થેલીઓ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે. એ હિસાબે દર મીનિટે ૧૦ લાખ થેલીઓનો વપરાશ થાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી સડતું ન હોવાથી પૃથ્વીના પર્યાવરણ માટે જોખમી છે. તે સડવાની કુદરતી પ્રકિયામાં અવરોધકની ભૂમિકા ભજવે છે. ખાધ ખોરાક અને ભોજન સામગ્રીમાં પ્લાસ્ટિક પેકેજીંગ તરીકે ખૂબજ જાણીતું છે. સોસાયટીઓ અને ઘરના કચરાના ડબ્બા પણ યુઝ એન્ડ થ્રો વેસ્ટ પ્લાસ્ટિકથી ભરેલા હોય છે આથી લેન્ડ સાઇટ પર કચરાના ઢગલાઓમાં પ્લાસ્ટિક ઉમેરાતું જાય છે જે ઝડપથી કચરાના ડુંગરમાં ફેરવાઇ જાય છે. જો કે પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગની ચિંતા વચ્ચે આશાનું કિરણે આપે તેવી વાત એ છે કે કેટલાક સંશોધકો ભોજનના પેકિંગ માટે પ્લાસ્ટિકના સ્થાને ઘાસના રેસાનો ઉપયોગ થાય તેવી તકનિક શોધી રહયા છે.

ડેનિશ ટેકનોલોજિકલ ઇન્સ્ટીટયૂટ કેન્દ્રના નિર્દેશક એની ક્રિસ્ટીન સ્ટીનકનું માનવું છે કે ઘાસથી બનતા ડિસ્પોઝેબલ પેકેજિંગ એ પર્યાવરણીય સમસ્યાનો લાભદાયી અને ટકાઉ ઉપાય છે. જો કોઇ ભૂલથી પણ ભોજનનું પેકેજીંગ રસ્તામાં ફેંકી દે તો પણ તે સડીને નાશ પામે છે તે પ્લાસ્ટિકની માફક સડયા વિના જામેલું રહેતું નથી. એક માહિતી મુજબ દર વર્ષે કરોડો ટન ખાધ સામગ્રીના પેકેજિંગ ફેંકી દેવામાં આવે છે. જો આટલા જથ્થાને અટકાવી શકાય તો કાર્બન ઉત્સર્જનમાં અંદાજે ૨૧૦૦૦૦ ટન જેટલો ઘટાડો થઇ શકે છે. ઘાસમાંથી ફૂડ પેકેજ બનાવવાનું લક્ષ્ય સિને પ્રોપેક નામની એક નવી પરિયોજના હેઠળ નકકી કરવામાં આવ્યું છે. સિંગલ યૂઝ પેકેજિંગ માટે ગ્રીન બાયોમાસનો ઉપયોગ જૈવ અર્થ વ્યવસ્થાનું વ્યવસાયિક મોડેલ તૈયાર કરવામાં મહત્વનું રહેશે,

જો આમાં સફળતા મળશે તો પ્લાસ્ટિક અને પેકેજીંગની દુનિયામાં સૌથી મોટો બદલાવ હશે. ગ્રીન બાયોમાસ દુનિયાના દરેક દેશોમાં સરળતાથી મળી રહે છે. પ્રોટિન ઉત્પાદન માટે ગ્રીન જૈવ પહેલાથી જ ઉપયોગમાં લેવાય છે. જયારે આપણે ઘાસ કાપીએ છીએ ત્યારે જાનવરો ચારા માટે તેમાં પ્રોટિન હોય છે ત્યાર પછી સેલ્યૂલોજ માટે ઘાસના રેસા અને લૂગદીનો ઉપયોગ પેકેજિંગના ઉત્પાદનમાં કરી શકાય છે. પશુઓએ ઘાસ ખાધા પછી રેસા જે ફાઇબર વધે છે તે પશુઓ માટે કાંઇ કામના હોતા નથી. ઘાસમાં પ્રોટિન ઉપરાંત ૭૦ ટકા રેસાઓ હોય છે જે પેકેજિંગ માટે ઉત્તમ વિકલ્પ છે. આ સંશોધનમાં ડેનિશ ટેકનોલોજિકલ ઇન્સ્ટીટયૂટ ઉપરાંત ખાધ ઉધોગ સાથે સંકળાયેલી કંપની પણ સામેલ છે. આ કંપની ઘાસના રેસાઓનું પરીક્ષણ કરીને તેની કાર્યક્ષમતા તપાસશે અને તેના વ્યવસાયિક ઉપયોગની દિશામાં આગળ વધશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments