કોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં ઈન્ફેક્શન : 16,510 લોકોના મોત : ઈટાલીમાં એક દિવસમાં 601 લોકોના જીવ ગયા

0
7

ઈન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના દરેક 195 દેશોમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. તેના કારણે 16,510 લોકોના મોત થયા છે. 3,7,842 લોકોને ઈન્ફેક્શન થયું છે.જ્યારે 1 લાખ 2 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે.પાંચ દિવસ સુધી અહી નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે સોમવારે અહીં સાત લોકોના મોત થયા છે. જ્યારે ઈટાલીમાં સોમવારે 601 લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારી ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં 67 દિવસનો સમય લાગ્યો હતો પરતું બે લાખ નવા કેસ થવામાં 11 દિવસ અને 2થી 3 લાખ થવામાં માત્ર 4 દિવસનો સમય લાગ્યો છે.

ઈટાલીનું લોંબાર્ડી સૌથી વધારે પ્રભાવી 

ઈટાલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, એક દિવસમાં ઈન્ફેક્શનના 3780 નવા કેસ નોંધાયા છે. ઈટાલીના લોંબાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે.ઈટાલી સંપૂર્ણ રીતે લોકડાઉન છે. દેશના અંદાજે 6 કરો લોકો તેમના ઘરમાં કેદ છે.

અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત

અમેરિકામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત થયા છે અને 43847 કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 99 લોકોના મોત થયા છે. ત્યાર પછી કિંગ્સ કાઉંટીમાં 75 લોકોએ જીવ ગુમાવ્યો છે.

બ્રિટનમાં 335 લોકોના મોત

બ્રિટનમાં કોરોના વાઈરસથી મરનાર લોકોની સંખ્યા 335 થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 967 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6650 થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 83945 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાં 77295 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ચીનમાં 78 નવા કેસ સામે આવ્યા

ચીનમાં છેલ્લા 24 કલાકમાં 78 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 74 લોકો વિદેશથી આવેલા છે. દેશમાં ચાર કેસ જ નોંધાયા છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી અને હાલ તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. ચીનમાં કોરોનાથી 3270 લોકોના મોત થયા છે અને 81093 કેસ નોંધાયા હતા.

મેલેનિયા ટ્રમ્પની પણ કોરોના તપાસ કરવામાં આવી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પણ કોરોના વાઈરસની તપાસ કરાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને સેકન્ડ લેડી કેરેન  પેંસની પણ તપાસ કરવામાં આવી છે. તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમેરિકામાં ઈન્ફેક્શનના અત્યાર સુધી 43,734 કેસ નોંધાયા છે. 553 લોકોના મોત થયા છે. એક દિવસમાં 140 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here