1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ થશે, સંસદ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી મળશે

0
29

નવી દિલ્હીઃ આ વખતે વચગાળાનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ થશે. તેના માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ બુધવારે આ નિર્ણય લીધો.

લોકસભા ચૂંટણીને કારણે મધ્યમવર્તી બજેટ

જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણા મંત્રી મધ્યમવર્તી બજેટ રજૂ કરે છેઆ બજેટ કેટલાંક મહિનાઓના સરકારી કામ કાજ ચલાવવા માટે જ હોય છેનવી સરકાર બન્યાં પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે જે બાકીના નાણાંકીય વર્ષ માટે હોય છેઅન્ય વર્ષમાં નાણા મંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

આ વખતે વચગાળાના બજેટથી આશા

ચર્ચા છે કે આ વખતે મોદી સરકાર મીડલ ક્લાસને રાહત આપતાં આવકવેરામાં છૂટની મર્યાદા વધારી શકે છેઆવકવેરામાં છૂટ માટે રોકાણની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે.

ઈન્કમ હાલનો ટેક્સ રેટ
2.5 લાખ રૂપિયા 0%
2.5 લાખથી 5 લાખ રૂપિયા 5%
5 લાખથી 10 લાખ રૂપિયા 20%
10 લાખ રૂપિયાથી વધુ 30%

 

છેલ્લી વખત 2014માં વચગાળાનું બજેટ રજૂ થયું હતું
ચૂંટણી વર્ષ કોને રજૂ કર્યું વચગાળાનું બજેટ
2014 પી. ચિદમ્બરમ
2009 પ્રણવ મુખર્જી
2004 જસવંત સિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here