Sunday, September 19, 2021
Home62 લોકો પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ, ગત ચૂંટણી વખતે ખર્ચની વિગતો...
Array

62 લોકો પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ, ગત ચૂંટણી વખતે ખર્ચની વિગતો આપી ન હતી

હૈદરાબાદઃ ચૂંટણીપંચે તેલંગાણામાં 62 લોકો પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે છેલ્લી ચૂંટણી પછી તમેના પ્રચાર ખર્ચ અંગેનો વિગતવાર વહીવટ પંચને આપ્યો નથી. પ્રતિબંધિત લોકોમાંથી 45 લોકોએ વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યારે 17 લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા. ચૂંટણીપંચનાં કહેવા પ્રમાણે, ગત ચૂંટણી ખતમ થયા બાદ આ લોકોએ તેમનાં બેંક ખાતાનું સ્ટેટમેન્ટ જમા કરાવ્યુ ન હતુ.

ચૂંટણીપંચનાં નિયમો પ્રમાણે ચૂંટણી પુરી થયા બાદ તમામ ઉમેદવારોને તેમનાં બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ સંબંધિત અધિકારીઓ પાસે જમા કરાવવાનું હોય છે. અધિકારી તેની તપાસ કરે છે કે પંચનાં નિયમોની અવગણના કરવામાં તો નથી આવી. ચૂંટણી દરમિયાન તેનો ખર્ચ નક્કી કરેલી રકમથી વધારે તો ન હતો.

પંચનાં એક અધિકારીનાં કહ્યા પ્રમાણે, ચૂંટણી આચારસંહિતા હેઠળ અત્યાર સુધી રાજ્યભરમાં 4098 વોલ પેઈન્ટિંગ, 29526 પોસ્ટર, 975 કટઆઉટ 11485 બેનર અને 3498 ઝંડાઓને હટાવવામાં આવ્યા છે. પોલીસે પણ કાર્યવાહીમાં 90 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments