પેરિસઃ બેકરીમાં બ્લાસ્ટ, 2નાં મોત 36 ઘાયલ; આસપાસની બિલ્ડિંગોના કાચ તૂટ્યા

0
32

પેરિસ (ફ્રાન્સ): ફ્રાન્સની રાજધાની એકવાર ફરીથી બ્લાસ્ટથી ખળભળી ગઇ છે. સેન્ટ્રલ પેરિસમાં એક બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બેકરી સંપુર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી બે લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બંને વ્યક્તિ ફાયર ટીમના છે. જો કે, બ્લાસ્ટના કારણો હજુ સુધી સામે આવ્યા નથી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, આસપાસની બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયા હતા. શરૂઆતની તપાસમાં ગેસ લીક થવાનું કારણ સામે આવી રહ્યું છે.

બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટ થયો
  • વીકેન્ડના દિવસો હોવાના કારણે પેરિસની સડકો પર ઘણાં લોકો ઘરેથી બહાર નિકળે છે. બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટ સંભળાયો. હાલ પોલીસે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
  • એક બિલ્ડિંગમાંથી મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. આસપાસના ઘરોમાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
  • છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફ્રાન્સના અનેક શહેરોમાં આતંકી ઘટનાઓ બની છે. પેરિસ નીસ શહેરમાં થયેલાં બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા હતા. પેરિસમાં પત્રિકા શાર્લી હેબ્દોની ઓફિસ પર થયેલાં હુમલાની વૈશ્વિક સ્તરે નિંદા થઇ હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here