કોરોના દેશમાં 63.91 લાખ કેસ : મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારાયું,પંજાબ સરકારે રાતે કર્ફ્યૂ અને લોકડાઉન જેવા ઘણા પ્રતિબંધો ખતમ કર્યા

0
0

દેશમાં 24 કલાકમાં 81,693 દર્દી નોંધાયા અને 78,646 લોકો રિકવર થયા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 63 લાખ 91 હજાર 960 થઈ ગઈ છે. જેમાંથી 53 લાખ 48 હજાર 653 લોકો રિકવર થઈ ચુક્યા છે. સાથે જ ગુરુવારે 1096 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 99 હજાર 804 થઈ ગઈ છે. સાથે જ કર્ણાટકમાં એક દિવસમાં 10,000 નવા કેસ નોંધાયા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 6.11 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં 1.10 લાખ એક્ટિવ કેસ છે, જ્યારે 4.92 લાખ લોકો રિકવર થઈ ચુક્યા છે.

 

દેશમાં અત્યાર સુધી 7.50 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. દરરોજ 10થી 11 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. સાથે જ આ આંકડો લગભગ 15 લાખે પણ પહોંચ્યો હતો. તેમ છતા આપણે હાલ આ મામલામાં અમેરિકા, રશિયા અને બ્રિટન કરતા ઘણા પાછળ છીએ. આ આંકડા covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે.

પંજાબ સરકારે રાતે કર્ફ્યૂ અને રવિવારે લોકડાઉન હટાવવા સહિત ઘણા પ્રતિબંધો ખતમ કર્યા છે. હવે લગ્ન અને અંતિમ સંસ્કારમાં 100થી વધુ લોકો જઈ શકશે. બસોમાં 50% યાત્રિઓની કેપેસિટી અને કારમાં ત્રણ લોકોને સવાર થવા માટે છૂટ આપવામાં આવી છે..

કોરોના અપડેટ્સ

  • વંદે ભારત મિશનનો સાતમો તબક્કો ગુરુવારે શરૂ થઈ ગયો છે. આ મહિને 19 દેશોથી 820 આંતરરાષ્ટ્રીય વિમાન ઉડાન ભરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 16.45 લાખ ભારતીયોને 30 સપ્ટેમ્બર સુધી વંદે ભારત મિશન હેઠળ પોતાના દેશમાં લાવવામાં આવ્યા છે.
  • કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ ગુરુવારે કોરોના પોઝિટીવ નોંધાયા હતા. તેમણે એ તમામને હોમ ક્વોરન્ટિન થવાની અપીલ કરી છે જે થોડાક દિવસોથી તેમના સંપર્કમાં આવ્યા છે.
  • સરકારે અનલોક-5ની ગાઈડલાઈન્સ બુધવારે જાહેર કરી છે. જેના પ્રમાણે, ઈન્ટરનેશનલ પેસેન્જર હવે દિલ્હી એરપોર્ટ પર કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે.
  • મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દેવાયું છે. રાજ્ય સરકારે કહ્યું કે, હોટલ, ફુડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બાકીને 5 ઓક્ટોબરથી 50% સિટિંગ કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 13 લાખથી વધુ દર્દી મળ્યા છે.
  • દિલ્હીના રાધા સ્વામી સત્સંગ વ્યાસમાં બનેલા સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં અત્યાર સુધી 6427 દર્દી એડમિટ થયા છે. જેમાંથી 5000 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

ગુરુવારે 2041 નવા દર્દી નોંધાયા અને 2545 લોકો સાજા થયા. ઈન્દોરમાં 469 નવા દર્દી નોંધાયા. શહેરમાં હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા 4533એ પહોંચી ગઈ છે. અહીંયા અત્યાર સુધી 24475 સંક્રમિત નોંધાયા છે. જેમાંથી 19370 સાજા થયા છે. અત્યાર સુધી 572 લોકોના મોત થયા છે.

રાજસ્થાન

ગુરુવારે 2193 સંક્રમિત નોંધાયા. જયપુરમાં સૌથી વધુ 432 કેસ નોંધાયા અને 251 લોકો સાજા થયા. સવાઈ માધોપુરમાં મૃત્યુદર સૌથી વધુ 2.1% છે. જિલ્લામાં અત્યાર સુધી 921 કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે. અલવર, ઝાલાવાડ અને હનુમાનગંજમાં મૃત્યુદર સૌથી ઓછો 0.4% છે.

બિહાર

ગુરુવારે 1370 કેસ નોંધાયા અને 1242 દર્દી સાજા થયા. 2 સંક્રમિતોના મોત થયા. યુપી પછી અહીંયા સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 24 કલાકમાં અહીંયા 1 લાખ 20 હજાર 371 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 73.86 લાખ ટેસ્ટ કરવમાં આવ્યા છે. અહીંયા મૃત્યુદર માત્ર 0.5% છે. સૌથી ઓછા મૃત્યુદરના કેસ અહીંયા દાદરા-નગર હવેલી, આંદમાન-નિકોબાર પછી ત્રીજા નંબરે છે.

મહારાષ્ટ્ર

ગુરુવારે 16 હજાર 476 દર્દી વધ્યા અને 16 હજાર 104 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં હાલ 2 લાખ 59 હજાર 6 એક્ટિવ કેસ છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસોમાંથી રવિવારને બાદ કરતા નવા દર્દીઓની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ટેસ્ટ પોઝિટીવિટી રેટ (20.4%) અહીંયા દેશમાં સૌથી વધુ છે, એટલે અહીંયા દરરોજ 100 ટેસ્ટ પર 20 લોકો પોઝિટીવ નોંધાય છે.

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1,64,787 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 1,02,63,709 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. UPના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ કહ્યું- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ હેઠળ શાળા અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર પછી તબક્કાવાર રીતે ખોલી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here