Sunday, January 23, 2022
Homeદેશમાં કોરોના : અત્યાર સુધીમાં 65.53 લાખ કેસ : ગુજરાત, પંજાબ અને...
Array

દેશમાં કોરોના : અત્યાર સુધીમાં 65.53 લાખ કેસ : ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યમાં મૃત્યુદર 2થી 3%, 14 રાજ્યમાં તે 1%થી પણ ઓછો.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ફરી એકવાર ઘટાડો થયો છે. શનિવારે 75 હજાર 479 કેસ નોંધાયા હતા, 81 હજાર 655 દર્દી સાજા થયા હતા અને 937 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 7116નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.6% છે. તેમા પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, પ. બંગાળ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં મૃત્યુદર 2થી 3% છે. મૃત્યુદર પંજાબમાં સૌથી વધારે 3% છે.

દેશમાં અત્યાર સુધીમાં 65 લાખ 53 હજાર કેસ નોંધાયા છે. તેમા 55 લાખ 9 હજાર લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 9 લાખ 37 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડાં covid19india.org મુજબ છે.

અપડેટ્સ

  • દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સ્કૂલો 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે.
  1. નાર્કોટિક કંટ્રોલ બ્યૂરોના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીએસ મલહોત્રા કોરોના પોઝિટિવ થયા છે.

મધ્યપ્રદેશ
શનિવારે રાજ્યમાં 1811 નવા કેસ નોંધાયા, 2101 દર્દી સાજા થયા, જ્યારે 27 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 1 લાખ 33 હજાર 918 કેસ નોંધાયા છે. જેમાં 1.11 લાખ લોકો સાજા થયા છે. 2399 દર્દીના મોત થયા છે.

રાજસ્થાન
શનિવારે રાજ્યમાં 2150 નવા કેસ નોંધાયા, 2003 દર્દી સાજા થયા, જ્યારે 14 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 1 લાખ 41 હજાર 846 કેસ નોંધાયા છે. જેમાં 1.19 લાખ લોકો સાજા થયા છે. 1530 દર્દીના મોત થયા છે.

બિહાર
શનિવારે રાજ્યમાં 983 નવા કેસ નોંધાયા, 1431 દર્દી સાજા થયા, જ્યારે બે સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 1.86 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1.73 લાખ લોકો સાજા થયા છે. 912 દર્દીના મોત થયા છે.

મહારાષ્ટ્ર
શનિવારે રાજ્યમાં 14348 નવા કેસ નોંધાયા, 16835 દર્દી સાજા થયા, જ્યારે 278 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 14.30 લાખ કેસ નોંધાયા છે. જેમાં 11.34 લાખ લોકો સાજા થયા છે. 37758 દર્દીના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ
શનિવારે રાજ્યમાં 3631 નવા કેસ નોંધાયા, 4860 દર્દી સાજા થયા, જ્યારે 60 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 4.10 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.56 લાખ લોકો સાજા થયા છે. 5977 દર્દીના મોત થયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular