પોતાની પુત્રી અને સગીર પૌત્રી સાથે દુષ્કર્મ, 65 વર્ષીય વ્યક્તિને આજીવન કેદની સજા

0
11

મુંબઈથી એક ખૂબ જ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. 65 વર્ષીય એક પિતા પોતાની પરિણીત દીકરી જ્યારે જ્યારે સાસરેથી પિયર આવતી ત્યારે તેનો રેપ કરતો હતો. આવું અનેક વખત બન્યું હતું અને જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો પીડિતાની દીકરી એટલે કે, પોતાની પૌત્રીને જ જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તે વ્યક્તિએ પોતાની સગીર પૌત્રીનું પણ યૌન શોષણ કર્યું હતું. આખરે તે પીડિતાએ હિંમત ભેગી કરીને ફરિયાદ કરી હતી અને હવે આ કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે.

મુંબઈની કોર્ટે પોતાની પુત્રી અને સગીર પૌત્રી સાથે દુષ્કર્મ કરવાના આરોપસર 65 વર્ષીય વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી છે. વિશેષ ન્યાયાધીશ રેખા પંધારેએ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) અને પોક્સો કાયદા અંતર્ગત દોષી ઠેરવ્યો છે.

ભાંડુપ ખાતે રહેતા આરોપીએ મે 2017માં પિયર આવેલી 22 વર્ષીય દીકરીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી અને તેને બાળકોની હત્યા કરવાની ધમકી આપી હતી. તેના થોડા દિવસો બાદ પીડિતાની દીકરીએ પોતાના સાથે ગંદી હરકત થઈ હોવાની ફરિયાદ કરી હતી. મતલબ કે, તે શખ્સે પોતાની દીકરી બાદ પૌત્રીને પણ હવસનો ભોગ બનાવી હતી.

પીડિતાના કહેવા પ્રમાણે ત્યાર બાદ જુલાઈ 2017માં જ્યારે તે પોતાની માતાને મળવા ગઈ ત્યારે પણ તેના સાથે બળાત્કાર થયો હતો. બાદમાં તેણે ભાંડુપ થાણામાં ફરિયાદ નોંધાવી હતી અને સુનાવણી દરમિયાન 9 સાક્ષી રજૂ કર્યા હતા.

જો કે, આરોપી પિતાના કહેવા પ્રમાણે તેને ફસાવવામાં આવ્યો છે. તેણે કરેલા દાવા પ્રમાણે દીકરીએ પરિવાર સાથે સંપત્તિ વિવાદને લઈ તેને ખોટી રીતે ફસાવ્યો છે અને ખોટી ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here