Friday, March 29, 2024
Homeદેશપંજાબ પોલીસની 650 ટીમોએ ડ્રગ્સ દાણચોરોના સ્થળોએ દરોડા પાડયા

પંજાબ પોલીસની 650 ટીમોએ ડ્રગ્સ દાણચોરોના સ્થળોએ દરોડા પાડયા

- Advertisement -

પંજાબ પોલીસે બુધવારે રાજ્યમાં સૌથી મોટા ડ્રગ્સ વિરોધી અભિયાનની શરૂઆત કરી હતી. અહીં, પોલીસની 650 ટીમોના 5500 પોલીસકર્મીઓએ 2247 સ્થળો અને 2125 મકાનો પર દરોડા પાડયા હતાં. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, ડીજીપી ગૌરવ યાદવના નેતૃત્વમાં બુધવારે સવારે 7થી બપોરના 12 સુધી રાજ્યમાં ડ્રગ્સના વેપારમાં કથિત રૂપથી સામેલ દાણચોરો વિરૂદ્ધ રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન તમામ ટીમો વચ્ચે તાલમેલ જણવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં ટીમો બનાવવામાં આવી હતી.

રાજ્યના એડિશનલ ડીજીપીએ આ અભિયાન મામલે કહ્યું કે, ઓપરેશન દરમિયાન કથિત ડ્રગ સ્મગલર્સ અને પેડલર્સ સાથે જોડાયેલા સ્થળો અને ઘરો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન, પોલીસની ટીમોએ 1.8 હેરોઈન, 82 કિલો પોપી હસ્ક, 1 કિલો અફીણ, રૂ. 5.35 લાખ રોકડા અને દારૂ બનાવવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે દરોડા બાદ 48 એફઆઈઆર નોંધી હતી.આ સાથે જ પોલીસે 78 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા અને તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતાં. પોલીસની ટીમો દ્વારા કથિત દાણચોરોના પરિજનોના બેંક ખાતા અને તેમના વિદેશમાં રોકાણની વિગતો એકત્ર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular