કેવડીયાથી રાજપીપળા સુધી આદિવાસીઓની પગપાળા મહારેલીમા ઉમટી, રાજપીપળા કલેકટરને આવેદન આપ્યુ

0
46

આજે કેવડીયા બચાવોના નારા સાથે કેવડીયાથી રાજપીપળા સુધી આદિવાસીઓની પગપાળા મહારેલીમા આદિવાસી જનમેદની ઉમટી હતી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે નર્મદા જિલ્લાના આદિવાસીઓને સૌથી મોટી દેખાતી રેલી ૧૦ કીમીની લાંબી રેલીના પ્રવાહમા આદિવાસીઓના વિવિધ આદિવાસી સંગઠનો જોડાયા હતાં અને રાજપીપળા પહોંચી કલેકટરને આવેદન આપ્યુ હતું.

 

 

કેવડીયામા હરિયાણા ભવનના ખાત મુહૂર્ત વખતે પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ લાઠીચાર્જ અને પથ્થરમારાની ઘટનાઓ બન્યા બાદ આદિવાસીઓમાં સરકાર સામે ભારે રોષ પ્રગટયો છે. જેમા આરોપીઓને પકડવા માટે પોલીસે કોમ્બિંગ કરીને કેવડીયા ગામના લોકો પર પોલીસ દમનથી આદિવાસીઓ ભારે નારાજ છે. અને પોલીસના જોરે સરકાર ગામ લોકોનો અવાજ દબાવી દેવા માંગે છે તેવો ગામ લોકોનો આક્ષેપ છે. ત્યારે કેવડીયાના ગામ લોકોસાથે બનેલી પોલીસ દમનની ઘટનાનો આદિવાસી સંગઠનો વિરોધ શરૂ થયો હતો અને આજે ચરમ સીમાએ પહોંચ્યો હતો ત્યારે આજે કેવડીયા બચાવોના નારા સાથે કેવડીયા ગામના સમર્થનમાં ભીલીસ્થાન ટાઇગર સેના, બીટીપી સહિત અનેક આદિવાસી સંગઠનો દ્વારા કેવડીયા કોલોની રાજપીપળા પદયાત્રામા જોડાઈ જ જઈને કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમા વિવિધ પડતર ૧૦ જેટલી માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યુ હતું જેમા દેડીયાપાડા ધારાસભ્ય અને ભીલીસ્થાન ટાઇગર સેના ના અધ્યક્ષ મહેશભાઈ વસાવા પણ રેલીમાં જોડાયા હતાં.

તેમણે પોતાની માંગણી અંગે રજૂઆતમા જણાવ્યું હતું કે અમને પુનઃવસવાટ નથી જોઈતો પણ અમને વિકાસના ભાગીદાર બનાવો, પડતર જમીનો મૂળ ખેડૂતના વારસદારોને પરત મળવી જોઈએ, પંચાયત રેડમાં જેના મકાનો છે તેને અલગ કુંટુંબ ગણી નોકરી સહાય-રોજગારી માટે પ્લોટ આપો.
તેમજ જે જમીનો રોડની આજુબાજુ થી ગામ તરફ છે તેવી જમીનો ખેડૂતના વારસદારોને પરત મળવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. સાથે જે જમીનો ઉપર બાંધકામ થયું છે તેવી જમીનોની સામે જમીન ખરીદી શકાય તેટલું વળતર જાહેર કરવું જોઈએ, અને ૧૯૬૧/૬૨ માં સંપાદન થયેલ જમીનો પૈકી જે જમીનો નર્મદા નિગમે ઉપયોગમાં નથી લીધી તેવી જમીનો/ક્ષેત્રફળ મૂળ માલિકને કે વારસદારને પરત મળવી જોઈએ તેવી પણ માંગ કરી હતી.
હાલમાં હરિયાણા ભવનના સિલાન્યાસ વખતે આદિવાસીઓ ઉપર થયેલ 
એફ.આર.આઈ પરત ખેંચવાની પણ માંગ કરી હતી. ઉપરાંત ગ્રામસભાના ઠરાવોનું ચૂસ્ત પણે પાલન કરવું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવી.
૧૯-૧-૨૦૧૯ ના રોજ આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તેમજ જમીન ગુમાવનારા જે ખાતેદારે અથવા તેઓના વારસદારોએ હાલના પરિપત્ર મુજબ રોકડ રકમ લીધી હોય તેઓને રકમ ભરપાઈ કરવાથી આ પેકેજનો લાભ મળવો જોઈએ જેવી માંગણી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આજે કેવડીયા રાજપીપળા રેલીમાં વિવિધ સંગઠનો એ વિશાળ રેલી કાઢી આદિવાસીઓની એકતા અને તાકાતનો પરચો બતાવ્યો. હતો

આજે કેવડીયા રાજપીપળા રેલીમાં વિવિધ આદિવાસી સંગઠનો જેવા કે ભીલીસ્થાન ટાઇગર સેના, આદિવાસી એકતા પરિષદ, સમસ્તા આદિવાસી સમાજ, ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયા, રોયલ રાઠવા ગૃપ, આદિવાસી બચાવ આંદોલન સમીતી, આદિવાસી મહાસભા, પ્રિમિટિવ ગૃપ તથા અન્ય આદિવાસી સંગઠનો મળી રેલીમાં ૨૫ થી ૩૯ હજારની જનમેદની ઉમટી હતી.
જેમા સ્ટેચ્યુના આદિવાસીઓનો વિકાસ બંધ કરો, કેવડીયા અને આસપાસના ગામોની જમીનો જે ગુજરાત સરકારે અને સરદાર સરોવર નર્મદા નિગમે લઈ લીધી છે તે પરત મેળવવાની માંગ સાથે આ રેલી નીકળી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે હવે સ્ટેચ્યુના નામે આદિવાસીઓની જમીનો લેવી નહી અને કોની પણ વિસ્થાપન કરવું નહી જેવા મુદ્દા સાથે આદિવાસીઓ આજે એક થતાં આગામી લોકસભાની ચૂંટણી ટાણે આદિવાસીઓના મજબૂત બનતા જતા સંગઠનોએ રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાવ્યો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here