મહેસાણા : શહેરી વિસ્તારમાં 67%, ગ્રામ્યમાં 33% સંક્રમણ રહ્યું, ઊંઝા, મહેસાણા અને વિસનગર તાલુકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ 79.69% રહ્યું

0
4

મહેસાણા જિલ્લામાં ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસમાં 266 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસો પૈકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ જોઇએ તો, શહેરી વિસ્તારમાં 67% સંક્રમણ રહ્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 33% સંક્રમણ રહ્યું હતું. જોકે, આ દરમિયાન સારા સમાચાર એ છે કે, કુલ 291 સંક્રમિતો કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે.છેલ્લા 10 દિવસમાં જિલ્લાના 10 પૈકી 3 તાલુકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ રહ્યું હતું. જિલ્લાના કુલ કેસ સામે ઊંઝા, મહેસાણા અને વિસનગર તાલુકામાં સંક્રમણનું પ્રમાણ 79.69% રહ્યું હતું. જેમાં ઊંઝામાં 34.21%, મહેસાણામાં 28.94% અને વિસનગરમાં 17.66% કેસો સામે આવ્યા હતા. બીજી બાજુ છેલ્લા 10 દિવસમાં માત્ર ખેરાલુ ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો નથી. તેવી જ રીતે બહુચરાજી, જોટાણા અને સતલાસણાના શહેરી વિસ્તારમાં એકપણ નવો કોરોના કેસ સામે આવ્યો નથી.

10 દી’માં 266 કેસ

વિસ્તાર શહેર ગ્રામ્ય કુલ
ઊંઝા 75 16 91
મહેસાણા 58 19 77
વિસનગર 26 21 47
કડી 8 14 22
વિજાપુર 1 11 12
વડનગર 5 4 9
ખેરાલુ 5 0 5
બહુચરાજી 0 1 1
જોટાણા 0 1 1
સતલાસણા 0 1 1
કુલ 178 88 266

 

વિસનગર 5, મહેસાણામાં 3, કડીમાં 2, બહુચરાજી-વિજાપુરમાં 1-1 કેસ

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 28 કોરોના સંક્રમિતો નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ ઊંઝા શહેર 12 અને તાલુકામાં 3 મળી કુલ 15 કેસ, જ્યારે વિસનગરમાં 5, મહેસાણામાં 3, કડીમાં 2 તેમજ બહુચરાજી અને વિજાપુરમાં 1-1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 323 થઇ છે. શનિવારે કોરોનાને મ્હાત આપી 40 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. જ્યારે 180 સેમ્પલનું પરિણામ આવવાનું બાકી છે.જ્યારે પાલનપુરના ચડોતર ગામે કોરોનાથી એક મોત થયું હતું.

કોરોના સંક્રમિત દર્દીઓ

મહેસાણા :

વિસનગર રોડ(31, પુરૂષ)
તાવડિયા રોડ (57, પુરૂષ)
ટીબી રોડ (24, સ્ત્રી)

ઊંઝા

મેવાડાવાસ (75, સ્ત્રી)
દીપરા દરવાજા (28, પુરૂષ)
પાલિકા સામે (66, પુરૂષ)
પુરષોત્તમનગર પાસે (પુરૂષ)
પારેખપોળ (11, સ્ત્રી)
પારેખપોળ (35, સ્ત્રી)
ઘનશ્યામનગર (પુરૂષ)
વિસનગરરોડ (40, પુરૂષ)
દુધલીની દેશ (58, પુરૂષ)
બહારમાઢ (39, સ્ત્રી)
બહારમાઢ (42, પુરૂષ)
બહારમાઢ (12, પુરૂષ)
પળી (51, પુરૂષ)
સુણોક (54, પુરૂષ)
ડાભી (51, પુરૂષ)
વિસનગર :
સિનેપ્લસ પાસે (41, સ્ત્રી)
કંસારા પોળ (43, પુરૂષ)
દીપરા દરવાજા (70, સ્ત્રી)
દેણપ (22, પુરૂષ)
કાંસા એનએ (42, પુરૂષ)

કડી

ધુમાસણ (68, સ્ત્રી)
વણસોલ (27, પુરૂષ)

બહુચરાજી

રાંતેજ ( પુ)
વિજાપુર :
વાલમ (60, પુરૂષ)