Tuesday, December 7, 2021
Homeસૌથી ખરાબ પરાજયનો ભારતનો રેકોર્ડ, હાર્યું ત્યારે 212 બોલ બાકી હતા
Array

સૌથી ખરાબ પરાજયનો ભારતનો રેકોર્ડ, હાર્યું ત્યારે 212 બોલ બાકી હતા

સ્પોર્ટ્સ ડેસ્ક: 93 રન ચેઝ કરતા કિવિઝે 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેચ જીતી હતી. હેનરી નિકોલસ 30 રને અને રોસ ટેલર 37 રને અણનમ રહ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. દિવસની શરૂઆતમાં કિવિઝ ટૉસ જીતીને ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલના સહાયથી ભારતને 92 રનમાં ઓલઆઉટ કર્યું હતું. બોલ્ટે 10 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રાન્ડહોમે પણ 3 વિકેટ લીધી હતી અને તેણે બોલ્ટની જેમ એક સાથે 10 ઓવરનો સ્પેલ નાખ્યો હતો. 5 મેચની સિરીઝમાં ન્યુઝીલેન્ડે પ્રથમ મેચ જીત્યું હતું અને તે હવે સિરીઝમાં 1-3 થી પાછળ છે. સિરીઝની છેલ્લી વનડે 3 ફેબ્રુઆરીના રોજ વેલિંગટન ખાતે રમાશે.

ભારત પ્રથમ દાવમાં 92 રનમાં ઓલઆઉટ

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારત 92 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેતા ન્યુઝીલેન્ડે પહેલી 13 ઓવરમાં જ 6 વિકેટ લઈને ભારતને મેચની બહાર કરી દીધું હતું. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ 10 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી. તેણે એકલા હાથે ભારતીય બેટિંગની કમર તોડી હતી, તેણે આ સ્પેલમાં 3 વિકેટ મેડન ઓવર નાખી હતી, જે તેનો સ્પેલ કેટલો ઘાતક હતો તે વાતની પુષ્ટિ કરે છે. કોલીન ડી ગ્રેન્ડહોમે 3 વિકેટ, જયારે જેમ્સ નીશમ અને ટોડ એસ્ટલે 1-1 વિકેટ લીધી હતી. ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 18, હાર્દિક પંડ્યાએ 16, કુલદિપ યાદવે 15 અને શિખર ધવને 13 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું ન હતું.

નંબર ગેમ:

* ભારતની અત્યાર સુધીની મેચમાં બોલ બાકી રાખીને સૌથી મોટી હાર

આજે કિવિઝ 212 બોલ બાકી હતા ત્યારે મેચ જીત્યું, આ પહેલા શ્રીલંકા, ડમ્બુલ્લા ખાતે 209 બોલ બાકી રાખીને મેચ જીત્યું હતું

* યૂઝવેન્દ્ર ચહલે 18 રન કરી ભારત માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન હતો.
આ પહેલા કોઈ 10માં નંબરના બેટ્સમેને સૌથી વધુ રન કર્યા હોય તેવું એક વાર જ બન્યું છે.
જવાગલ શ્રીનાથ 43 વિરુદ્ધ પાકિસ્તાન, ટોરોન્ટો, 1998

વનડેમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતનો સૌથી ઓછો સ્કોર:
88, ડમ્બુલ્લા, 2010
92, હેમિલ્ટન, 2019*
108, ઑક્લેન્ડ, 2002
108, ક્રાઇસ્ટચર્ચ, 2003
113, પર્થ, 1986

* ઓગસ્ટ 2010 પછી ભારત પ્રથમ વાર 100 રનની અંદર ઓલઆઉટ થયું હતું, આ પહેલા કિવિઝ સામે જ ડમ્બુલ્લા ખાતે 88 રનમાં ઓલઆઉટ થયું હતું

ભારતના નંબર 3-6 (બેટ્સમેને) એક વનડે ઇનિંગમાં સૌથી રન કર્યા હોય (બધા આઉટ*)

6 v ઓસ્ટ્રેલિયા, સેન્ચુરીયન, 2003
10 v ઓસ્ટ્રેલિયા, નોટિંગહામ, 1983
10 v ઓસ્ટ્રેલિયા, બરોડા, 2007
10 v ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2019*
12 v ઓસ્ટ્રેલિયા, Sydney, 2004

ન્યુઝીલેન્ડ માટે વનડેમાં સૌથી વધુ ફાઇફર ( એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) લેનાર બોલર
5 – રિચાર્ડ હેડલી
5 – ટ્રેન્ટ બોલ્ટ*
4 – શેન બોન્ડ

ન્યુઝીલેન્ડ માટે ભારત સામે બોલર દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન

6/19 – શેન બોન્ડ, બુલાવાયો, 2005
5/21 – ટ્રેન્ટ બોલ્ટ, હેમિલ્ટન, 2019*
5/22 – આન્દ્રે એડમ્સ, ક્વિન્સટાઉન, 2003
5/23 – રિચાર્ડ કોલિંગ, ક્રાઇસ્ટચર્ચ, 1976

સૌથી ઓછો સ્કોરમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે પાંચ વિકેટ ગુમાવી હોય:

33 – હેમિલ્ટન, 2019*
34 – બુલાવાયો, 2005
41 – ઑક્લેન્ડ, 1981

સૌથી ઓછી વનડે રમી એક દેશમાં 100 વિકેટ ઝડપનાર બોલર:

49 ટ્રેન્ટ બોલ્ટ – ન્યુઝીલેન્ડ*
53 વકાર યુનુસ – યુએઈ
56 ગ્લેન મેક્ગ્રાથ /બ્રેટ લી – ઓસ્ટ્રેલિયા
60 શૉન પોલોક – દક્ષિણ આફ્રિકા
62 શેન વોર્ન – ઓસ્ટ્રેલિયા

વનડે ડેબ્યુમાં:
તેંડુલકર: 0
ધોની: 0
સહેવાગ: 1
દ્રવિડ: 3
ગાંગુલી: 3

ગિલ: 9
કોહલી: 12
યુવરાજ: DNB
રોહિત: DNB

શુભમન ગિલ લિસ્ટ-A કરિયર
ઇનિંગ્સ- 36
રન- 1529
એવરેજ- 47.78
સ્ટ્રાઇક રેટ- 86.18
100-4
50-7

*રોહિત શર્માની કપ્તાનીમાં ભારત છેલ્લી 12 ઇન્ટરનેશનલ મેચથી સતત જીતતું આવ્યું છે.

200 વનડે પછી સૌથી વધુ રન

8888 વિરાટ કોહલી
8621 એબી ડિવિલિયર્સ
7910 હાશિમ અમલા (174 વનડેમાં)
7799 રોહિત શર્મા*
7747 સૌરવ ગાંગુલી

ભારત 2008થી કોઈ વનડેમાં વિરાટ કોહલી અને એમએસ ધોની બંને વિના રમ્યું હોય:
આજે ન્યુઝીલેન્ડ સામે
3 વનડે ( વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2015) ( સ્ટાર ખેલાડીઓને આરામ)
3 વનડે ( વિરુદ્ધ બાંગ્લાદેશ, 2014) (સ્ટાર ખેલાડીઓને આરામ)
વિરુદ્ધ શ્રીલંકા, 2009 (ધોની સ્લો-ઓવર રેટ બદલ બેન થયો હતો)

ભારતની વિકેટ આ રીતે પડી:

પ્રથમ વિકેટ:

શિખર ધવન ટ્રેન્ટ બોલ્ટના અંદર આવતા બોલને ફ્લીક કરવા જતા એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 13 રન કર્યા હતા

બીજી વિકેટ:
બોલ્ટના બોલમાં રોહિત તેના હાથે જ કેચ આઉટ થયો હતો. બોલ્ટે ફૂલ બોલ નાખ્યો હતો, રોહિતે હાર્ડ હેન્ડ્સથી પુશ કરતા બોલરને રિટર્ન કેચ આપી બેઠો હતો. બોલ રોહિતને થોડી ઔક્વોર્ડ હાઈટે પણ આવ્યો હતો. તેણે 23 બોલમાં 7 રન કર્યા હતા.

ત્રીજી વિકેટ:
રાયુડુ શૂન્ય રને આઉટ થયો હતો. માર્ટિન ગુપ્ટિલે શોર્ટ એક્સ્ટ્રા કવર પર શાર્પ કેચ કેચ કર્યો હતો. ગ્રાન્ડહોમના ફૂલ બોલ પર રાયુડુ પોતાને ડ્રાઈવ કરતા રોકી શક્યો ન હતો.

ચોથી વિકેટ:
ગ્રાન્ડહોમે બેક ઓફ લેન્થ બોલ નાખ્યો હતો, જે કાર્તિકે પોતાના બોડીથી દૂર પુશ કરી શોટ રમવા જતા કીપર લેથમને આસાન કેચ આપી બેઠો હતો. તે ત્રીજા બોલે શૂન્ય પર આઉટ થયો હતો.

પાંચમી વિકેટ:
શુભમન ગિલ જે રીતે આઉટ થયો તે રોહિત શર્માંની કાર્બન કોપી હતી. બોલ્ટની બોલિંગમાં તે પુશ કરવા જતા રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે ડેબ્યુ ઇનિંગમાં 21 બોલ રમી 9 રન કર્યા હતા.

છઠી વિકેટ:

ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં કેદાર જાધવ 1 રને એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો જેમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું હતું કે બોલ પીચ થયા બાદ અંદર આવ્યો હતો, ઈમ્પૅક્ટ સ્ટમ્પની લાઈનમાં હતો અને હાઈટ પણ વાંધાજનક ન હતી તેથી કેદારે પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.

સાતમી વિકેટ:
ગ્રાન્ડહોમનો બોલ પીચ થઇને અંદર આવ્યો હતો અને ભુવનેશ્વરના બેટ અને પેડના ગેપ વચ્ચેથી જતા તે 1 રને બોલ્ડ થયો હતો.

આઠમી વિકેટ:
વિકેટ ઓફ ધ ડે, પંડ્યાને સતત આગળના બોલ રમાડીને સેટ કર્યા બાદ બોલ્ટે શોર્ટ બોલ નાખ્યો હતો, જે પીચ થયા પછી થોડો અટકીને આવ્યો હતો. હાર્દિક સરપ્રાઈઝ થયો હતો અને બોલ તેના ગ્લવ્સમાં અડીને કીપર લેથમના હાથમાં ગયો હતો. હાર્દિકે 20 બોલમાં 16 રન કર્યા હતા.

નવમી વિકેટ:
કુલદિપ યાદવ મોટો શોટ મારવા જતા ફક્ત એજ મેળવી શક્યો હતો અને લોન્ગ-લેગ પર ગ્રાન્ડહોમે તેનો આસાન કેચ કર્યો હતો. કુલદિપે 33 બોલમાં 15 રન કર્યા હતા.

કિવિઝે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી

ભારત વિરુદ્ધ હેમલ્ટિન ખાતેની ચોથી વનડેમાં ન્યુઝિલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય છે. ભારતે પ્લેઈંગ 11માં 2 ફેરફાર કર્યા છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલ અને મોહમ્મદ શમીની જગ્યાએ ખલીલ અહેમદનો સમાવેશ થયો છે. એમએસ ધોની હજી ફિટ થયો નથી. શુભમન ગિલ ભારત માટે રમનાર 227મોં ખેલાડી બન્યો છે. જયારે કિવિઝે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ટિમ સાઉથી, કોલીન મુનરો અને લોકી ફર્ગ્યુસનની જગ્યાએ જેમ્સ નીશમ, એસ્ટલે ટોડલ અને મેટ હેનરી રમશે.

ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, શુભમન ગિલ, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ.

ટીમ ન્યુઝીલેન્ડ:
કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, મેટ હેનરી, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લેથમ, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, જેમ્સ નીશમ અને એસ્ટલે ટોડલ

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments