Friday, April 19, 2024
Homeએક્શનમાં આવી પ્રિયંકા ગાંધી, ઉત્તરપ્રદેશ માટે વિદેશથી જ શરૂ કરી રાજનીતિ
Array

એક્શનમાં આવી પ્રિયંકા ગાંધી, ઉત્તરપ્રદેશ માટે વિદેશથી જ શરૂ કરી રાજનીતિ

- Advertisement -

નેશનલ ડેસ્ક: કોંગ્રેસમાં તાજેતરમાં જ મહાસચિવ પદે નિમણૂક કરવામાં આવેલી પ્રિયંકા ગાંધીએ વિદેશથી જ રાજનીતિની શરૂઆત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીએ અમેરિકાથી જ ઉત્તરપ્રદેશના કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓને ફોન કરીને તેમના આશીર્વાદ, સહયોગ અને માર્ગદર્શન માંગ્યુ છે. નોંધનીય છે કે, પ્રિયંકા તેની દીકરીની સારવાર અમેરિકામાં કરાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, પ્રિયંકા ગાંધીએ જે એક ડઝન નેતાઓને ફોન કર્યા છે જેઓ રાજકીય રીતે હાંસિયામાં છે અથવા ખૂબ જ વૃદ્ધ છે. પાર્ટીમાં પણ હવે તેમનું ખાસ મહત્વ રહ્યું નથી.

પ્રિયંકાએ ફોનમાં શું વાત કરી?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાએ આ નેતાઓને ફોન પર રાજકીય મહત્વ આપવાની અને વધુથી વધુ લોકોને એક સાથે જોડવાની વાત કરી છે. પ્રિયંકા પણ જાણે છે કે, પહેલાં કાર્યકર્તાઓ અને નેતાઓમાં જોશ ભરીને જ તેઓ જનતા વચ્ચે મજબૂત પકડ જમાવી શકે છે. તેથી દેશ પરત ફરતા પહેલાં જ પ્રિયંકાએ વિદેશથીરાજનીતિની શરૂઆત કરી દીધી છે.

પાર્ટી નેતાઓને પ્રિંયકાથી ઘણી આશા

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી વિશે કહી રહ્યા છે કે, તે આવશે અને છવાઈ જશે. પાર્ટીના નેતાઓને પ્રિયંકા ગાંધીમાં પૂર્વ વડાપ્રધાન અને તેમના દાદી ઈન્દિરા ગાંધીની છબી દેખાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને સક્રિય રાજકારણમાં ઉતારીને એક મોટો રાજકીય દાવ રમ્યો છે. તેમણે પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ બનાવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકાનો પ્રવેશ સંજીવની માનવામાં આવે છે.

યુપીમાં કોંગ્રેસને બેઠું કરવાનો પ્રયત્ન

યુપીમાં કોંગ્રેસ સતત નબળી થઈ રહી છે. 1989 પછીથી કોંગ્રેસ રાજ્યમાં સત્તા બહાર છે. એવામાં વડાપ્રધાન મોદી વારાણસી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ ગોરખપુર પણ પૂર્વ યુપીમાં છે. હવે આ વિસ્તારની ચૂંટણીની જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે. હવે પ્રિયંકા નવી પેઢી સાથે યુપીમાં વર્ષોના અનુભવ ધરાવતા નેતાઓને સાથે જોડીને બીજેપી માટે પડકાર ઉભો કરી શકે છે. અહીં પ્રિયંકા જૂના અનુભવી નેતાઓનો ફાયદો લઈ શકશે અને કોંગ્રેસના સ્વર્ણિમ યુગને નવી પેઢીની જનતા વચ્ચે જીવંત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular