Sunday, October 24, 2021
Homeગુજરાતમાં નવા EVMમાં મતદાન થશેઃ હાલના EVM બિહાર-કેરળ મોકલાશે
Array

ગુજરાતમાં નવા EVMમાં મતદાન થશેઃ હાલના EVM બિહાર-કેરળ મોકલાશે

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ઘંટારવ વાગી રહ્યા છે ત્યારે ભારતીય ચૂંટણી પંચએ નિર્દેશ કર્યા છે કે ગુજરાતમાં નવા M3 મોડલના EVMઅને VVPATના ઉપયોગથી મતદાન થશે જ્યારે જૂના M2 મોડલના બિહાર અને કેરળમાં મોકલાશે. અત્યાર સુધી ગુજરાતમાં 2006થી 2016માં નિર્મિત મશીનોનો ઉપયોગ થતો હતો. આ EVMમાં મોદી એકય વખત હાર્યા નથી.

ગુજરાતને લોકસભા ચૂંટણી વખતે નવા M3 (મોડલ 3) EVM અને VVPAT મળશે

ચૂંટણી પંચે 54 ટકા મશીનનું ફર્સ્ટ લેવલ ચેંકીગ પણ કરી લીધું હતું

રાજ્યના 80,300 મતદાના મથકો અને 67000  કંટ્રોલ યુનિટ પર વપરાયેલા જૂના EVM હવે બિહાર અને કેરળ મોકલાશે. આજ EVMમાં ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું મતદાન થયું હતું. જોકે ભારતીય ચૂંટણી પંચે ગુજરાતના હાલમાં જુના 54 ટકાથી વધારે EVM અને VVPATનું લોકસભામાં મતદાન માટેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ પણ પૂર્ણ થયું હતું. પરંતુ તાત્કાલિક નિર્દેશ થતાં હવે આ મશીનો બિહાર અને કેરળમાં મોકલાશે.

અલગ-અલગ બે કંપનીએ બનાવેલા મશીનો બંને રાજ્યમાં મોકલાશે

જુના M2 મોડલના EVM 2006થી 2016ની વચ્ચે બનેલા હતા જે બિહાર અને કેરળમાં જશે. જેમાંથી ઈલોક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે બનાવેલા 40 હજારથી વધુ મશીન કેરળ મોકલાશે અને ભારત ઈલોક્ટ્રોનિક્સ લિમિટેડે બનાવેલા 40 હજારથી વધુ મશીન બિહાર મોકલાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments