68 વર્ષીય બપ્પી લહરીનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ

0
3

બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર 68 વર્ષીય બપ્પી લહરી કોરોનાનો ભોગ બન્યા છે. તેમના પ્રવક્તાએ આ વાત કન્ફર્મ કરી છે. હાલમાં તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.

બપ્પી લહરીના સ્પોકપર્સને કહ્યું હતું, ‘સાવચેતી રાખવા છતાંય બપ્પી લહરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. બપ્પીદાએ વિનંતી કરી છે કે છેલ્લાં થોડાં સમયમાં તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓ ટેસ્ટ કરાવી લે અને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરે.’

માર્ચ મહિનામાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

માર્ચ મહિનાની શરૂઆતમાં બપ્પી લહરીએ કોવિડ 19ની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો કે નહીં.

ફાતિમ સના શેખ હોમ આઈસોલેશનમાં રહીને હેવી વર્કઆઉટ કરીને સમય પસાર કરે છે

ફાતિમ સના શેખ હોમ આઈસોલેશનમાં રહીને હેવી વર્કઆઉટ કરીને સમય પસાર કરે છે

તાજેતરમાં અનેક સેલેબ્સ કોવિડ 19ની ચપેટમાં આવ્યા

અત્યા રસુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી , આર માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here