ગુજરાત : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા કેસ, 19નાં મોત

0
0

રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 600થી વધુ નવા દર્દી નોંધાયા છે. 1 જુલાઈની સાંજથી 2 જુલાઈની સાંજ સુધીમાં કોરોનાના 681 કેસ સામે આવ્યા છે, જ્યારે 19 દર્દીના મોત થયા છે અને 563 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 33,999 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1888એ પહોંચ્યો છે. તેમજ 24,601 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેમાં પણ આંચકાજનક વાત તો એ છે કે, રાજકોટ શહેરમાં માત્ર 4 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં શહેર કરતા પાંચ ગણા વધુ એટલે કે 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે સુરતમાં પણ ત્રણ દિવસમાં બીજીવાર અમદાવાદ કરતા વધુ કેસ નોંધાયા છે. આમ સુરતની સાથે સાથે રાજકોટ જિલ્લો પણ હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 227, અમદાવાદમાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, બનાસકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 12,ભાવનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 11, ભરૂચમાં 10, પાટણમાં 10, મહેસાણામાં 9, વલસાડમાં 8, અમરેલીમાં 7, ગાંધીનગરમાં 7, કચ્છમાં 5,ખેડામાં 5, પંચમહાલ, નવસારી અને અરવલ્લીમાં 4-4 જ્યારે આણંદ, સાબરકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 3-3 કેસ તેમજ મહીસાગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે.

6 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ, અમદાવાદમાં 10 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)

 

કુલ 33,999 દર્દી,1,888 ના મોત અને  24,601 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 21,339 1,456 16,254
સુરત 5,257 167 3634
વડોદરા 2371 51 1711
ગાંધીનગર 677 31 511
ભાવનગર 281 13 152
બનાસકાંઠા 202 11 158
આણંદ 232 13 189
અરવલ્લી 214 19 172
રાજકોટ 210 8 128
મહેસાણા 295 11 143
પંચમહાલ 187 15 145
બોટાદ 95 3 69
મહીસાગર 140 2 115
પાટણ 218 17 115
ખેડા 172 8 114
સાબરકાંઠા 182 9 119
જામનગર 245 4 119
ભરૂચ 253 10 129
કચ્છ 170 5 94
દાહોદ 64 1 46
ગીર-સોમનાથ 78 1 48
છોટાઉદેપુર 60 2 39
વલસાડ 173 4 59
નર્મદા 91 0 52
દેવભૂમિ દ્વારકા 24 2 16
જૂનાગઢ 121 4 54
નવસારી 125 2 50
પોરબંદર 20 2 10
સુરેન્દ્રનગર 166 8 79
મોરબી 29 1 13
તાપી 9 0 8
ડાંગ 4 0 4
અમરેલી 95 7 41
અન્ય રાજ્ય 88 1 8
કુલ 33,999 1,888 24,038

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here