કોરોના દેશમાં 69.03 લાખ કેસ : નવેમ્બરના પહેલા સપ્તાહમાં ભારત દુનિયાનો સૌથી મોટો સંક્રમિત દેશ હોઈ શકે છે.

0
23

દેશમાં હવે દરરોજ કોરોનાના 70થી 80 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ જ ગતિ રહેશે તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં ભારત દુનિયાનો સૌથી મોટો સંક્રમણવાળો દેશ બની જશે. હાલ કેસની સંખ્યા પ્રમાણે 7 નવેમ્બર સુધી દેશમાં 91 લાખ 70 હજારથી વધુ કેસ હશે, જ્યારે અમેરિકામાં દરરોજ 40થી 45 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ પ્રમાણે અહીં 7 નવેમ્બર સુધી 91 લાખ 40 હજાર કેસ હશે.

ભારત માટે સારી વાત છે કે દરરોજ વધતા કેસમાં લગભગ 30થી 35 હજારનો ઘટાડો થયો છે. એક સમય હતો, જ્યારે દરરોજ 90થી 97 હજાર કેસ સામે આવી રહ્યા હતા. હવે એ ઘટીને 70થી 80 હજાર થઈ ગયા છે. આટલું જ નહીં, એક્ટિવ કેસ પણ છેલ્લાં બે સપ્તાહથી સતત ઘટી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે દેશમાં 10.17 લાખ એક્ટિવ કેસ થઈ ગયા હતા, જે હવે ઘટીને 8.93 લાખ થયા છે. મોતની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સતત એક હજારથી ઓછા લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ પણ દેશ માટે એક સારો સંકેત છે.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 69 લાખ 3 હજાર 812 થઈ ગયો છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 59 લાખ 3 હજાર 207 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8 લાખ 93 હજાર 41 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે. છેલ્લા 22 દિવસમાં એક્ટિવ કેસ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. 17 સપ્ટેમ્બરે એ 10 લાખ 17 હજારથી વધુ હતા. સંક્રમણના કારણે અત્યારસુધીમાં 1 લાખ 6 હજાર 521 દર્દીઓનાં મોત થયાં છે.

વેક્સિન માટે વધુ કોલ્ડસ્ટોરેજની તપાસ શરૂ

સરકારે કોરોનાની વેક્સિન ખરીદવા માટે કોલ્ડસ્ટોરેજની ઓળખ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોલ્ડ ચેનની ક્ષમતાને સૌથી વધુ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગાણા અને દિલ્હીમાં વધારવી જોઈએ. આ ઉપરાંત આસામ, ઝારખંડ, પંજાબ અને ઓડિસામાં પણ કોલ્ડસ્ટોરેજ તૈયાર કરવા પડશે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

ગુરુવારે 1705 કેસ નોંધાયા,2420 દર્દી સાજા થયા, જ્યારે 15 સંક્રમિતનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 42 હજાર 12 કેસ નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 22 હજાર 687 લોકો સાજા થઈ ચૂક્યા છે. 16 હજાર 778 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે, જ્યારે 2547 દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે.

રાજસ્થાન

ગુરુવારે 2138 કેસ નોંધાયા, 2092 દર્દી સાજા થયા, જ્યારે 15 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 52 હજાર 605 કેસ નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 29 હજાર 618 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 21382 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 1605 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 32.91 લાખથી વધુના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

બિહાર

ગુરુવારે 1244 કેસ નોંધાયા, 1006 લોકો સાજા થયા અને 2 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 92 હજાર 671 કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાખ 80 હજાર 357 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 929 સંક્રમિતનાં મોત થયાં છે, 11 હજાર 384 દર્દીની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર

ગુરુવારે 13 હજાર 397 કેસ નોંધાયા છે, 15 હજાર 575 દર્દી સાજા થયા અને 358 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 લાખ 93 હજાર 884 કેસ નોંધાયા છે, જેમાંથી 12 લાખ 12 હજાર 16 સાજા થઈ ચૂક્યા છે, 2 લાખ 41 હજાર 986 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 39 હજાર 430 દર્દીનાં મોત થયાં છે.

ઉત્તરપ્રદેશ

ગુરુવારે 3133 કેસ નોંધાયા, 3690 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 45 લોકોનાં મોત થઈ ગયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 27 હજાર 459 કેસ નોંધાયા છે, 3 લાખ 78 હજાર 661 દર્દી સાજા થયા છે. 42 હજાર 552 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 6245 લોકોનાં મોત થયાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here