6ઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : મોદીએ કહ્યું- કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ

0
9

નવી દિલ્હી. આજે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. તે વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોનાના આ સંકટમાં વચ્ચે વિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે. કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ છે.

PMએ વધુમાં જણાવ્યું કે આજે આપણે સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરીવારના લોકો સાથે યોગ કરી રહ્યા છીએ. જ્યારે પરીવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યારે ઉર્જાનો સંયોગ થાય છે. તે ફેમિલી બોન્ડિંગને વધારવાનો દિવસ છે. કોરોના મહામારીના કારણે વિશ્વ યોગની જરૂરીયાતને પહેલાથી વધારે છે.

યોગ દિવસની શરૂઆત 21 જૂન 2015માં થઈ હતી. આ વર્ષેની યોગ દિવસની થીમ ‘યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી’ (ઘરે યોગ, પરિવાર સાથે યોગ) છે. આયુષ મંત્રાલયે લેહમાં મોટો કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી, પરંતુ મહામારીના કારણે તેને રદ્દ કરી દેવાઈ.

મોદીએ કહ્યું- યોગથી આપણને આત્મવિશ્વાસ મળે છે

  • પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના આપણા શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે. પ્રાણાયામથી આ તંત્રને મજબૂત કરવાની સૌથી વધારે મદદ મળે છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે. જો તમે પ્રાણાયામના જાણકારને મળશો તો તે જણાવશે કે કેટલા પ્રકાર છે. અનુલોમ-વિલોમ, ભ્રામરી વગેરે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળે છે.
  • તમે પ્રાણાયામને તમારા રૂટિનમાં જરૂર સામેલ કરજો. અનુલોમ-વિલોમ સાથે બીજી પદ્ધતિઓને પણ શીખવાની કોશિશ કરજો. યોગની મદદથી લોકોને કોરોના બીમારીને હરાવવામાં મદદ મળી  રહી છે. યોગથી આપણને તણાવ દૂર કરી શકીએ તે આત્મવિશ્વાસ પણ મળે છે.

મોદીએ સંસ્કૃતના 3 શ્લોકથી યોગનું મહત્વ સમજાવ્યું

  • ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે ‘योग: कर्मसु कौशलम्’ એટલે કે કર્મની કુશળતા જ યોગ છે.
  • યોગનો અર્થ એ પણ છે-‘समत्वम् योग उच्यते’ એટલે કે અનુકુળતા-પ્રતિકુળતા, સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ દરેક પરિસ્થિતિમાં સમાન રહો, સ્થિતપ્રજ્ઞ રહેવાનું નામ જ યોગ છે.
  • ‘युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु I युक्त स्वप्ना-व-बोधस्य, योगो भवति दु:खहा I એટલે કે યોગ્ય આહાર, સાચી રીતે રમવું કૂદવું, સુવાની અને ઉઠવાની સારી આદત અને આપણું કામ સાચી રીતે કરવું જ યોગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here