Tuesday, September 28, 2021
Home7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, 23મેનાં રોજ પરિણામ જાહેર કરાશે
Array

7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, 23મેનાં રોજ પરિણામ જાહેર કરાશે

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી અધિકારી સુનલી અરોડાએ તમામ ચૂંટણી અધિકારીઓ સાથે વિજ્ઞાનભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી છે. પંચે જણાવ્યું કે, વિવિધ રાજ્યોનાં અધિકારીઓ, રાજકીય દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અરોડાએ કહ્યું કે, 3 જૂનનાં રોજ 16મી લોકસભાનો કાર્યકાળ પુરો થશે.

સંવેદનશીલ વિસ્તારોમાં CRPFને પણ તહેનાત કરાશેઃEC- તમામ સંવેદનશીલ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવામા આવશે અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. CEC અરોડાએ કહ્યું કે, દરેક ઉમેદવારોએ તેમનાં ગુનાનો રેકોર્ડ આપવો પડશે. તેમણે કહ્યું કે, ઘણા રાજ્યો માટે સુપરવાઈઝરોની પણ નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં EVMનું GPS ટ્રેકિંગ પણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં CRPFને પણ તહેનાત કરવામાં આવશે.

દેશભરમાં આજથી આચારસંહિતા લાગુ:EC- સુનીલ અરોડાએ કહ્યું કે, 1590 પર ફોન કરો અને SMS દ્વારા મતદાતા તેમનું નામ વોટિંગ લિસ્ટમાં જોઈ શકશે. EVM પર ઉમેદવારોની તસવીરો મુકવામાં આવશે. કુલ 10 લાખ બૂથો પર વોટિંગ કરાશે. દેશભરમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે અને કોઈ પ્રકારનાં ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઉડસ્પીકરનાં ઉપયોગ પર પણ નજર રાખવામાં આવશે અને સમય મર્યાદાની અંદર જ તેના ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે.

90 કરોડ મતદારો મત આપશેઃ સુનીલ અરોડા- આ વખતે 24 મિલિયન મતદારોમાં વધારો થયો છે અને 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં દોઢ કરોડ મતદારો છે.અરોડાએ વધુમાં કહ્યું કે, બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે.

આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

સાત તબક્કામાં ચૂંટણી થઈ શકે છે: ડો. એસવાય કુરૈશીના આંકડા મુજબ 2004માં 1 જૂન, 2009માં 30 મે, 2014માં 3 જૂને લોકસભાનો કાર્યકાળ ખતમ થયો હતો. આ વખતે 2 જૂને લોકસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. 2004માં ચૂંટણી 20 એપ્રિલથી લઈને 10 મે સુધી ચાર તબક્કામાં થઈ હતી. 2009માં 16 એપ્રિલથી 13 મે વચ્ચે પાંચ તબક્કામાં અને 2014માં 7 એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઈ હતી. આ વખતે માનવામાં આવે છે કે ચૂંટણી સાત તબક્કામાં થઈ શકે છે. અને ગત વખતની જેમ પહેલાં તબક્કાનું મતદાન 10 એપ્રિલ સુધીમાં થઈ શકે છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે: ગત વખતની જેમ અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. જો કે જાણકારોના મતે જમ્મુ કાશ્મીરમાં 15 મે બાદ ચૂંટણી થઈ શકે છે. આ તારીખ જૂન-જુલાઈમાં હોય શકે છે. જો કે સામાન્ય ચૂંટણી કોઈ પણ કાળે 15 મે સુધીમાં સંપન્ન થવી જરૂરી છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત માટે પીએમ મોદીના આધિકારિક કાર્યક્રમો પૂરાં થાય તેની રાહ જુએ છે. સરકારી કાર્યક્રમોનો ઉપયોગ રાજનીતિક સભાઓ, ટીવી, રેડિયો અને પ્રિન્ટ પર રાજનીતિક વિજ્ઞાપનો માટે થઈ રહ્યો છે. એવું લાગે છે કે ચૂંટણી પંચ સરકારને પૂરી છૂટ આપે છે કે તેઓ છેલ્લી ઘડી સુધી સરકારી પૈસાનો ઉપયોગ કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments