7 મજૂરોના મોત મામલે દર્શન હોટેલના માલિક અને મેનેજરની ધરપકડ

0
17

  • CN24NEWS-19/06/2019
  • વડોદરાના ડભોઇ તાલુકાના ફરતી કુઈ ગામ નજીક આવેલી દર્શન હોટેલમાં પાંચ દિવસ પહેલા સાત જેટલા મજૂરોને ખાળકુવો સાફ કરતા સમયે ઝેરી ગેસની અસર થઇ હતી. આ ઘટનામાં સાત મજૂરોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ મજૂરોમાં શહદેવ રમણભાઈ વસાવા, વિજય અરવિંદભાઈ ચૌધરી, અજય વસાવા, મહેશ રમણલાલ પાટણવાડીયા, મહેશ મણિલાલ હરીજન, હિતેષ અશોકભાઈ હરીજન, અશોક બેચરભાઈ હરીજનનો સમાવેશ થાય છે.ઘટનામાં મૃત્યુ પામનારાઓ પૈકી શહદેવ, વિજય અને અજય હોટેલમાં જ કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. ખાળકૂવાની સફાઈ કરતા 7 મજૂરોના ડૂબી જવાને કારણે મોત થતા હોટેલ માલિક હસન અબ્બાસ અને મેનેજર ઈમદાદા ઈસ્માઈલ મજૂરોને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો હતો. જેને લઈ ગામના લોકોમાં હોટેલ માલિક પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને વડોદરા પોલીસે ગુનો દાખલ કરીને LCB અને SOGએ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

    સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ ખાનગી હોટેલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના જિલ્લા તંત્રને આપી હતી.

    પોલીસને આરોપીઓની શોધખોળ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપીઓ વડોદરા ફતેગંજમાં આવેલા મહેરાજ કોમ્પલેક્સમાં આવવાના છે. જેના કારણે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી. જ્યારે આરોપી હોટેલ માલિક હસન અબ્બાસ અને મેનેજર ઈમદાદા ઈસ્માઈલ આ જગ્યા પર આવ્યા ત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ છેલ્લા પાંચ દિવસથી પોલીસથી બચતા ફરતા હતા. પણ અંતે તેઓ પોલીસના સકંજામાં આવી જ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here