ફિલ્મ ‘સ્ટાઇલ’ અને ‘એક્સક્યૂઝ મી’ થી એક્ટર સાહિલ ખાને એ સમયે ખૂબ જ પોપ્યુલારિટી મેળવી હતી. આ ફિલ્મો તો હિટ થઇ ગઇ પરંતુ તેનો ફાયદો માત્ર શર્મન જોશીને થયો. શરમન પોતાની કરિયર બનાવવા આગળ વધી ગયો પરંતુ સાહિલ પાછળ છૂટી ગયો.
જોકે તે પછી સાહિલે રામા-ધ સેવિયર, ડબલ ક્રોસ, અલાફદ્દીન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ ફિલ્મો બોક્સ ઑફિસ પર ઉંધા માથે પછડાઇ અને બોલિવુડમાં એન્ટ્રી તો શાનદાર રીતે કરવા છતાં તેની ગુમનામ એક્ટરની યાદીમાં ધકેલાઇ ગયો અને કામ મળવાનું બંધ થઇ ગયુ.
કામ ના મળતા સાહિલે પોતાનું જિમ શરૂ કર્યુ હતુ જે ખૂબ જ પોપ્યુલર થઇ ગયો. આજે સાહિલ એક સુપરસ્ટાર કરતા પણ વધારે રાજાસાહિબી જિંદગી જીવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ લાખો લોકો તેની ફિટનેસના દિવાના છે, તેણે 2004માં બોલિવુડની એક્ટ્રેસ નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ હવે બંને છૂટા થઇ ગયા છે.
નિગારે સાહિલ ખાન પર ગે હોવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, સાહિલની કોઇ છોકરા સાથે કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં ફોટો વાયરલ થયો હતો, જે પછી લોકોએ સાહિલને ગે માનવાનું શરૂ કરી દીધુ હતુ. નિગારે મીડિયા સામે કહ્યુ કે, ”તેનો પતિ ગે છે એટલે જ તેને ડિવોર્સ આપવા માંગે છે.”
2001માં સ્ટાઈલ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યા બાદ સાહિલે 7 ફિલ્મો કરી બધી જ ફ્લોપ થતા તેણે ફિલ્મી કરિયર છોડી દીધી છે. આજે જિમના બિઝનેસમાં અઢળક કમાણી કરીને તે ભલભલાને ઇર્ષ્યા થાય તેવી લાઇફ જીવી રહ્યો છે.