રાજકોટ : ગ્રીન ઝોન અમરેલીમાં કોરોનાની એન્ટ્રી, સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધાને પોઝિટિવ, સલાયામાં 7 કેસ નોંધાયા

0
0

રાજકોટ. ગ્રીન ઝોન અમરેલીમાં કોરોનાની એન્ટ્ર થઇ ચૂકી છે. રાજ્યમાં એક જ જિલ્લો બાકી હતો તે પણ કોરોનાના ભરડામાં આવી ગયો છે. સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધાને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસતા હતા તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૃદ્ધાનું ચેકઅપ કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાએ એન્ટ્રી કરી છે. સુરતથી બસમાં આવેલા અનેક લોકો ક્વોરન્ટીન થાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી લોકો પણ ચિંતિત બન્યા છે.દ્વારકાના સલાયામાં એક સાથે એક જ દિવસમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

ભાવનગરમાં રાત્રે એક કેસ નોંધાયો હતો

ભાવનગરમાં રાત્રે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આંબાચોક સવાઇગર શેરીમાં રહેતા શમાબાનું નયાની (ઉ.વ.27)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેસરના ઉગલવાણ ગામે સુરતથી આવેલા એક યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નકુમ શેરીમાં રહેતા જગદીશ ઘનશ્યામભાઇને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે સરપંચ અને સ્વયંસેવકની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેનામાં લક્ષણો જણાતા સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. ભાવનગરમાં કુલ કેસ 99 થયા છે અને 49 દર્દી સાજા થયા છે. હાલ 43 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉગલવાણા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કર્યો ત્યાં આજે ઉગલવાણમાંથી પોઝિટિવ કેસ આવ્યો છે. બસમાં આવ્યો તે સહિત કોના કોના સંપર્કમાં આવ્યા તેને શોધવા તંત્ર કામે લાગ્યું છે. ભાવનગરના કોરોના વોરિયર્સ અમદાવાદ સિવિલમાં સેવા આપવા ગયા

કોરોનાનો કહેર રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોના પોઝિટિવનો આંક 6 હજારને પાર પહોચ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અમદાવાદ સિવિલ માટે કોરોના વોરિયર્સની માંગ સાથેના આદેશને પગલે આજે ભાવનગર રેડક્રોસની 11 દીકરીઓ અને 5 દીકરાઓ મળી કુલ 16 એટેન્ડન્ટ અને આસી.નર્સિંગ સ્ટાફ અમદાવાદ સિવિલમાં સેવા આપવા ખાસ બસ મારફતે રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here