Friday, April 19, 2024
Homeબીજી ડિલિવરીના 7 દિવસ બાદ કરીના કપૂરે સો.મીડિયામાં પહેલી તસવીર શૅર કરી...
Array

બીજી ડિલિવરીના 7 દિવસ બાદ કરીના કપૂરે સો.મીડિયામાં પહેલી તસવીર શૅર કરી : કહ્યું………….

- Advertisement -

બીજા દીકરાના જન્મના સાત દિવસ બાદ કરીના કપૂરે સો.મીડિયામાં પોતાની પહેલી તસવીર શૅર કરી છે, જેમાં તે સ્કાય બ્લૂ રંગના ટોપ, હેટ તથા ગોગલમાં જોવા મળે છે. કરીનાએ કેપ્શનમાં કહ્યું હતું, ‘ઓહ હેલ્લો, અહીંયા…તમારા બધાની બહુ જ યાદ આવી રહી છે.’ કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાને 23 ફેબ્રુઆરીના રોજ રજા આપવામાં આવી હતી.

કરીના કપૂરની સો.મીડિયા પોસ્ટ
કરીના કપૂરની સો.મીડિયા પોસ્ટ

 

સો.મીડિયામાં બાળકનું નામ જાહેર કરશે

રિપોર્ટ પ્રમાણે, કરીના તથા સૈફે પોતાના બીજા દીકરાને દુનિયાની સામે ઈન્ટ્રોડ્યૂસ કરવા માટે એક સ્પેશિયલ પ્લાનિંગ કર્યું છે. સૈફ તથા કરીના પોતાના બીજા બાળકને તૈમુરની જેમ મીડિયાની સામે ઈન્ટ્રોડ્યૂસ કરશે નહીં. આ વખતે કરીના પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં લાઈવ થઈને નાનકડાં દીકરાને વર્ચ્યુઅલી ઈન્ટ્રોડ્યૂસ કરાવશે. સૂત્રોના મતે, કરીના તથા સૈફે કોરોનાને કારણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થયો છે. સૈફે પરિવારની સલામતીને ધ્યાનમાં લઈને વર્ચ્યુઅલી ઈન્ટ્રોડ્યૂસ કરાવવાનું નક્કી કર્યું છે.

કરીના પહેલું પુસ્તક પબ્લિશ કરશે

એક્ટ્રેસ તરીકે ઓળખ બનાવ્યા બાદ કરીના હવે લેખક બનવા જઈ રહી છે. તેનું પહેલું પુસ્તક પ્રેગ્નન્સી પર આધારિત છે. પુસ્તકનું નામ ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઈબલ’ છે. બુક આ વર્ષે લૉન્ચ થશે. 20 ડિસેમ્બર, 2020ના રોજ તૈમુરના ચોથા જન્મદિવસ પર કરીનાએ બુકનું કવરપેજ શૅર કરીને આ વાતની માહિતી જાહેર કરી હતી.

કરીના બુકમાં પોતાના પ્રેગ્નન્સી અનુભવોની વાત કરશે
કરીના બુકમાં પોતાના પ્રેગ્નન્સી અનુભવોની વાત કરશે

 

‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે

ફિલ્મની વાત કરીએ તો કરીના છેલ્લે ઈરફાન ખાન તથા રાધિકા મદનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. હવે તે આમિર ખાનની સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક છે. ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular