જગન્નાથ પુરી : 7 દિવસ પછી રથયાત્રા પોતાના મુખ્ય મંદિર પહોંચી, 2500 વર્ષમાં પહેલીવાર ભક્તો યાત્રામાં સામેલ થયા નહીં

0
6

ભગવાન જગન્નાથની રથયાત્રા 7 દિવસ પછી ફરીથી પોતાના મુખ્ય મંદિર પહોંચી ગઇ છે. 23 જૂને ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો રથ ગુંડિચા મંદિર પહોંચ્યો હતો. 7 દિવસ અહીં રહ્યાં બાદ બુધવારે આ ત્રણેય રથ પોતાના મુખ્ય સ્થાને પહોંચી ગયા છે. આ યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

રથયાત્રાનો ઇતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. કોરોનાવાઇરસના કારણે પહેલીવાર એવું થયું કે, રથયાત્રામાં સામાન્ય ભક્તો સામેલ થઇ શક્યાં નહીં.રથને મંદિરના સેવકોએ જ ખેંચ્યો.

2.5 કિમીની જગન્નાથ યાત્રા માટે મંદિર સમિતિએ દિલ્હી સુધી જવું પડ્યું. સુપ્રીમ કોર્ટના રથયાત્રા ઉપરના પ્રતિબંધ બાદ મંદિર સમિતિ સાથે અનેક સંસ્થાઓએ સરકાર પાસે માગ કરી કે, રથયાત્રા માટે ફરી પ્રયાસ કરો. સુપ્રીમ કોર્ટમાં 6 પિટિશન ફાઇલ થઇ. છેલ્લે નિર્ણય મંદિર સમિતિના પક્ષમાં આવ્યો અને રથયાત્રા કાઢવામાં આવી. દર વર્ષે આ રથયાત્રા માટે કુલ નવ દિવસનો ઉત્સવ પુરી શહેરમાં ઉજવાય છે. આ વર્ષે આ સંપૂર્ણ ઉત્સવ દરમિયાન સામાન્ય લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવ્યાં છે.