કોટા નજીક ચંબલ નદીમાં નાવ પલટતા 7ના મોત, 8 ગુમ : ક્ષમતા કરતાં વધારે લોકો હોવાના કારણે ઘટના બની

0
0

કોટા જિલ્લાના ઈટાવા પાસે બુધવારે સવારે 9 વાગે ચંબવ નદીમાં નાવ પલટી ખાતા 7 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ થયા છે. માનવામાં આવે છે કે, હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકો બેઠા હોવાથી અને સામાન પણ વધારે હોવાથી હોડી પલટી ગઈ છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે હોડીમાં 30 લોકો હતા. 7 લાશો નદીમાંથી મળી આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હોડીમાં 14 બાઈક પણ મુકવામાં આવી હતી.

આ ફોટો ઘટના સ્થળનો છે, આ છોકરી પણ હોડીમાં હતી અને બચી ગઈ
(આ ફોટો ઘટના સ્થળનો છે, આ છોકરી પણ હોડીમાં હતી અને બચી ગઈ)
ઘટનાના તુરંત પછી હાજર ગ્રામીણ લોકોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી અમુક લોકો તણાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, મોટા ભાગના લોકો કમલેશ્વર ધામ જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ગોઠડા કલામાં રહેતા હતા.
સ્થાનિક ગ્રામીણોએ નદીમાંથી એક મહિલાને ડૂબતી બચાવી
(સ્થાનિક ગ્રામીણોએ નદીમાંથી એક મહિલાને ડૂબતી બચાવી)
ઘટના ચાણદા અને ગોઠડા ગામની વચ્ચે થઈ છે. સારી વાત એ છે કે ઘટના સ્થળે ઘણાં લોકો હાજર હોવાથી તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘણાં લોકોના જીવ બચી ગયા.

 

લોકોને બચાવવા માટે બીજી હોડી મોકલવામાં આવી
(લોકોને બચાવવા માટે બીજી હોડી મોકલવામાં આવી)
લોકોએ જણાવ્યું કે, લાકડાની હોડીની સ્થિતિ પહેલેથી જ થોડી ખરાબ હતી. તેમ છતાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. તે સાથે જ નદી પાર કરાવવા માટે હોડીમાં બાઈકો પણ બાંધવામાં આવી હતી. પરિણામે હોડી વજન સહન ન કરી શકી અને પલટી ગઈ.

 

સ્થાનિક ગ્રામીણોએ બચાવ અને રાહત કાર્યમાં ખૂબ મદદ કરી
(સ્થાનિક ગ્રામીણોએ બચાવ અને રાહત કાર્યમાં ખૂબ મદદ કરી)
કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશાસન પાસેથી માહિતી લીધી છે. બીજી બાજુ કોટાથી CDRFની ટીમ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.
8 લોકો પાણીના વહેણમાં તણાયા હોવાની શક્યતા
(8 લોકો પાણીના વહેણમાં તણાયા હોવાની શક્યતા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here