દહેગામ : બે દીવસથી ધોધમાર વરસાદથી રસ્તાઓ ઉપર ભરાયા પાણી, મોસમનો ૯૧૯ એમએમ વરસાદ નોધાયો

0
19

દહેગમ તાલુકા અને શહેરમા સતત ચાલુ રહેલા વરસાદથી લોકો ધુઆપુઆ થઈ ગયા ગ્રામ્ય અને શહેરના માર્ગો ઉપર ભરાયા પાણી મોસમનો ૯૧૯ એમએમ વરસાદ નોધાયો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમા છેલ્લા પંદરેક દીવસથી સળંગ ચાલુ રહેલા વરસાદથી લોકોની પરીસ્થિતી કથડી જવા પામી છે. તેમા છેલ્લા બે દીવસથી ધોધમાર વરસાદ તુટી પડતા તાલુકા અને શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાતા લોકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ગઈ રાત્રીએ ધોધમાર વરસાદ તુટી પડતા અને આજે સવારથી મુશળધાર વરસાદ ચાલુ રહેતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને શહેરના દહેગામ જીઈબી બોર્ડથી એસટી ડેપો આવવાના મુખ્ય માર્ગ ઉપર એટલુ બધુ પાણી ભરાઈ ગયુ છે કે લોકોને નીકળવાની તકલીફ પડી રહી છે. અને વાહન ચાલકો આટલા પાણીમા ફસાતા જોવા મળી રહ્યા છે.

આજે દહેગામ તાલુકામા દોઢ ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો છે.અને  હજી પણ સવારથી એક જ ધાર્યો વરસાદ ચાલુ રહેતા વાહન ચાલકો અને આમ જનતા ભારે હેરાન પરેશાન થઈ રહી છે. મોસમનો કુલ વરસાદ ૯૧૯ એમએમ નોધાવવા પામ્યો છે. અને અત્યાર હાલ પણ દહેગામ તાલુકામા વરસાદી માહોલ જોરદાર ચાલુ રહેતા લોકો હવે વરસાદથી કંટાડી ગયા હોય તેવુ દેખાઈ રહ્યુ છે આટલો બધો ધોધામાર વરસાદ પડવાથી ખેડુતોએ વાવેલા કપાસ, ડાંગર, મગફળી, જાર, બાજરી જેવા પાકોમા પાણી ભરાઈ જતા મગફળી અને બાજરીમા ફણગા ફુટેલા દેખાઈ રહ્યા છે. તેથી આ વર્ષે લીલો દુકાળ પડે તેવી દહેશત વર્તાઈ રહી છે. કારણ કે વરસાદી માહોલમા ખેડુતો કોઈ પાક લઈ શકતા નથી તેથી ઘાસચારો અને અનાજ બંને કોહવાઈ જતા તાલુકાના ખેડુતોમા પણ ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. અને ઉપરવાસમા ભારે વરસાદ પડવાથી મેશ્વો નદી પણ ઉભરાઈ રહી છે.

બાઈટ : આઈ. એમ. પટેલ, વરસાદ માપણી કર્મચારી

 

  • આજે સવારથી જ દહેગામ તાલુકા અને શહેરમા ધોધમાર વરસાદ તુટી પડતા તાલુકાના માર્ગો અને શહેરના નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાતા વાહન ચાલકો અને જનતા ભારે પરેશાન
  • આજે સવારથી જ બે વાગ્યા સુધી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
  • દહેગામ જીઈબી બોર્ડથી દહેગામ એસટી ડેપો આવવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા
  • મોસમનો કુલ વરસાદ ૯૧૯ એમએમ નોધાયો છે
  • વરસાદે માજા મુકી દેતા ખેડુતોએ વાવેલા કપાસ, બાજરી, એરંડા, ડાંગર જેવા પાકોમા પાણી ભરાઈ જતા આ વર્ષે ખેડુતોની દીવાળી બગડે તેવી પાક્કી દહેશત

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here