વડોદરા : વધુ 5 દર્દીના મોત, પાદરામાં વધુ 7 કેસ નોંધાયા, ભરૂચમાં આજે 8 પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા 258 થઇ

0
4

ડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારના 72 વર્ષીય વૃદ્ધ, હરણી વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધ, માંડવી વિસ્તારના 69 વર્ષીય વૃદ્ધ, નવાપુરાના 52 વર્ષીય વ્યક્તિ અને ભરૂચના જંબુસરના 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. વડોદરા જિલ્લાના પાદરામાં આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાદરા શહેરમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા છે. પાદરા તાલુકામાં અત્યાર સુધીમાં 123 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 62 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે અને અત્યાર સુધીમાં કુલ 10 દર્દીના મોત નિપજ્યા છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે 13 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 6, જંબુસરમાં 4, આમોદ 1, અંકલેશ્વરમાં 1  અને ઝઘડિયામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવનો કેસનો કુલ આંક 265 ઉપર પહોંચ્યો છે.

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 2345 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2345 ઉપર પહોંચી ગઇ છે. બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 1704 સાજા થયા છે. વડોદરામાં હાલ 584 એક્ટિવ કેસ છે, જે પૈકી 117 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર પર છે.

વડોદરાના આ વિસ્તારોમાં બુધવારે કોરોનાના કેસ નોંધાયા
વડોદરા શહેરમાં બુધવારે ઓલ્ડ પાદરા રોડ, ન્યુ VIP રોડ, ખોડિયારનગર, ગોત્રી, ડભોઇ રોડ, ખારવાવાડ, માંજલપુર, હાથીખાના, અકોટા, ફતેપુરા, અટલાદરા, વારસીયા, ગોરવા, આજવા રોડ, નાગરવાડા, વાડી, તાંદલજા, સમા, કારેબીબાગ, યાકુતપુરા, દિવાળીપુરા, વાઘોડિયા અને સયાજીગંજ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. વડોદરા ગ્રામ્યમાં પાદરા, દશરથ, ચાપડ, ફર્ટીલાઇઝરનગર, જરોદ અને શિનોરમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.