કેવડિયા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં બોગસ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે 7 નવા કાઉન્ટર શરૂ કરાયા, ટિકિટ ચેકિંગની સુવિધા વધારી

0
22

કેવડિયાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડુપ્લિકેટ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે તંત્ર દ્વારા 7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા છે. અને ટિકિટ ચેકિંગની સુવિધામાં પણ વધારો કર્યો છે.

સ્ટેચ્યૂમાં પ્રવેશતી વખતે ટિકિટોનું સઘન ચેકિંગ થાય છે
કેવડિયા ખાતે રજાના દિવસોમાં ભીજનો લાભ લઇને એજન્ટો દ્વારા બોગસ ટિકિટો અપાતી હોવાનું અગાઉ ધ્યાનમાં આવ્યું હતું. જેથી બોગસ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને તાત્કાલિક 7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરી દીધા છે. અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવેશતી વખતે ટિકિટોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે 100 જેટલી બસોની પણ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

ટિકિટની ઝેરોક્ષ કાઢીને પણ પ્રવાસીઓને મોકલાતા હતા
પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી મોકલતી એજન્સીઓને પણ ટિકિટો ના મળતા જેટલી ટિકિટો એમની પાસે હોય તેની ઝેરોક્ષ કાઢીને પણ પ્રવાસીઓને મોકલતા હોવાનો કિસ્સો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો હતો. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વહીવટી તંત્રએ હાલ બારકોડ રીડર મશીનો વધારીને સુરક્ષા વધારી દીધી છે.

ટિકિટ પરનો બારકોડ રીડ ન થતાં હોબાળો થયો હતો
બે દિવસ પહેલા જ બાલાસિનોર અને અમદાવાદની સ્કૂલના પ્રવાસીઓની ટિકિટ ઓનલાઇન હોવા છતાં એન્ટ્રી પોઇન્ટ પર બારકોડ રીડર દ્વારા રીડ ન થતા સિક્યુરિટીએ પ્રવેશ અટકવી દીધો હતો. જેથી પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. આ સમયે સ્થાનિક પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પડ્યો હતો. અને શાંતિથી બારકોડ રીડ કરતા બારકોડ રીડ થયા પછી તુરંત જ પોલીસે તેમને જવા દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here