રાજકોટ : 24 કલાકમાં 7 દર્દીના મોત, કુલ કેસની સંખ્યા 11704 પર પહોંચી, 831 દર્દી સારવાર હેઠળ

0
0

રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 7 દર્દીના મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 11704 પર પહોંચી છે. રાજકોટમાં 813 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘડાટો જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં 1181 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનાના કેસ 160 પર પહોંચ્યા બાદ અચાનક ફરી ઘટાડો આવ્યો છે અને ગઈકાલે એક જ દિવસે 128 નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 89 અને ગ્રામ્યમાં 39 કેસ નોંધાયા હતા. નાટકીય રીતે બંને વિસ્તારમાં કેસ રવિવારની સરખામણીએ ઘટી ગયા છે. બીજી તરફ મૃતાંક એકદમથી વધ્યો છે. સોમવારની સવારની દ્દષ્ટિએ છેલ્લા 24 કલાકમાં 10નાં મોત નીપજ્યા હતા. રાજકોટ જિલ્લામાં 1181 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

રાજકોટમાં 1829 બેડ ખાલી

રાજકોટ મનપાએ આ દરમિયાન શહેરી વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન નવા કેટલા આવ્યા તેમજ કાર્યરત કેટલા છે તે વિગત જાહેર કરવાની બંધ કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં 180 કન્ટેનમેન્ટ ઝોન હોવાનું જાહેર કરાયું છે તેમાં પણ અડધોઅડધ ઘટાડો આવ્યો છે તેથી હવે કેસની સંખ્યા ઘટી રહી છે તેવું પ્રતિત થઈ રહ્યું છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2600 જેટલા કોવિડ બેડ છે જેમાંથી હાલ 1829 બેડ સારવાર માટે ખાલી છે. એટલે કે 750 કરતા વધુ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here