રાજકોટ : ભાવનગરમાં 7, અમરેલીમાં 3, બોટાદમાં 2 અને રાજકોટમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા

0
4

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ભાવનગરમાં 7, અમરેલીમાં 3 અને રાજકોટમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 273 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 9 લોકોના મોત નિપજ્યા છે. એક તરફ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે જે લોકો ક્યાંય ગયા નથી તેમને ચેપ લાગી રહ્યા છે. તેથી દરેકમાં ટ્રાવેલ હિસ્ટ્રી લેવા કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.

રાજકોટમાં 5 કેસ પોઝિટિવ

જયસુખભાઈ જમનભાઈ સાંગાણી (ઉં.વ.49), મવડી મેઈન રોડ, રાજકોટ
રસીલાબેન દિલીપભાઈ સગપરીયા (ઉં.વ.50),  માયાણી ચોક, રાજકોટ
ડઢાણીયા નલીનીબેન (ઉં.વ.68), બી/1002, કિંગ્સ હાઈટ, અમીનમાર્ગ, રાજકોટ
રોશનબેન નૌશાદભાઈ મીર (ઉં.વ.50), આમ્રપાલી, નહેરૂ નગર, રાજકોટ
રતનબેન કેશવભાઈ દવે (ઉં.વ.60),દૂધ સાગર રોડ, વીમા દવાખાના પાછળ, રાજકોટ

ભાવનગર જિલ્લામાં પતિ-પત્ની સહિત 7 કેસ પોઝિટિવ

કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.4690માં રહેતાં ગીતાબેન ભરત ભાઈ ઇટાલીયા (ઉં.વ.42) , કાળીયાબીડ કેસરીયા હનુમાન પાસે રહેતા ભૂપતભાઈ નયનચંદ શેઠ (ઉં.વ.54) અને અલ્કાબેન નયનચંદ શેઠ (ઉં.વ.52) તેમજ શિહોર કંસારા બજાર અને મુંબઈથી જયેશભાઇ પ્રાણલાલ કંસારા( ઉં.વ.45) અને વલ્લભીપુર રહેતા ચમનભાઈ દલવડિયા  (ઉં.વ.70)નો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નં. 25માં રહેતા ઈસાભાઈ અહમદભાઈ મગરેબી (ઉં.વ.67)ની તબિયત લથડતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દ નર્સિંગ છાત્રાલય સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શીતલ હિમંતસીંગ સોલંકી (ઉં.વ.23)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

અમરેલીમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો

અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલા અને વંડા ગામમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ખાંભાના રાણીંગપરા ગામમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.

બોટાદમાં બે કેસ પોઝિટિવ આવ્યા 

મોટીવાડી વિસ્તારમાં 54 વર્ષના પુરુષનો અને મુસ્લિમ સોસાયટીમાં 45 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા છે. બોટાદ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ આંક 92 પર પહોંચ્યો છે. જેમાંથી ત્રણ લોકોના મોત અને 66 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા અને 23 દર્દીઓ સારવાર હેઠળ છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.