UKમાં માર્ચ સુધી 7 સપ્તાહનું લોકડાઉન ; ન્યૂયોર્કમાં નવા સ્ટ્રેનનો પહેલો કેસ

0
6

બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરિસ જોનસન સરકારે માર્ચ સુધીમાં દેશમાં કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન સાત સપ્તાહ રહેશે. માનવામાં આવે છે કે, બ્રિટનમાં કોરોનાના કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યાર સુધી મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.

તે ઉપરાંત સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે જ રહે. દિવસમાં એક વાર એક્સરસાઈઝ કરે. 4 જાન્યુઆરીથી રાતે બિનજરૂરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 4 જાન્યુઆરીએ નવા સ્ટ્રેનનો એક કેસ નોંધાયો છે. ગર્વનર એન્ડ્ર્યૂ ક્યુમોએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ પહેલાં કોલોરાડો અને કેલિફોર્નિામાં પણ એક સ્ટ્રેનનો નવો કેસ નોંધાયો છે.

દુનિયામાં કોરોનાના અત્યાર સુધી 8 કરોડ 61 લાખ 2 હજાર 71 કેસ નોંધાયા છે. 18 લાખ 60 હજાર 427 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, 6 કરોડ 10 લાખ 54 હજાર 370 લોકો સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here