અમદાવાદ : 1 વર્ષના 7 બાળક કોરોના પોઝિટિવ, 24 મોત, ઉત્તર ઝોનમાં સૌથી વધુ 82 સહિત નવા 279 કેસ

0
13

અમદાવાદ. કોરોનાના વાઈરસનો ચેપ માત્ર મોટી ઉંમરનાને લાગે છે તેવું રહ્યું નથી. છેલ્લા 24 કલાકમાં માંડ 1 વર્ષના 7 બાળક પણ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. આ બાળકો ઓઢવ, અસારવા, ઠક્કરબાપાનગર, નરોડા, વાસણા, દરિયાપુર, કુબેરનગરના છે.  નારણપુરામાં 2 વર્ષની બાળકીને પણ ચેપ લાગ્યો છે. મંગળવારે વધુ 279 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 24 લોકોના મોત થયા હતા.

ઉત્તર ઝોનમાં લાંબા સમયથી સતત કેસની સંખ્યા  વધી રહી છે અને એક જ દિવસમાં 82 કેસ નોંધાયા છે. પશ્ચિમ અમદાવાદમાં એટલે કે પશ્ચિમ ઝોન અને ઉત્તર તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના થઇને 87 કેસ નોંધાયા છે

ઉત્તર ઝોનના બાપુનગર વિસ્તારમાં 27, નરોડામાં 20, ઠક્કબાપાનગરમાં 11 કેસ નોંધાયા છે. તો પૂર્વના વિસ્તારમાં પણ અમરાઇવાડીમાં 13 કેસ નોંધાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સામાન્ય કેસ નોંધાતા હતા ત્યાં અત્યારે ગોતામાં 6, બોડકદેવમાં 5 કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં પણ અસારવામાં 16 અને ખાડિયામાં 13 કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં ઇસનપુરમાં 10 કેસ નોંધાયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં 14 જ્યારે જોધપુરમાં 6 કેસ નોધાયા છે. પશ્ચિમ ઝોનમાં પણ નારણપુરામાં 11, વાસણામાં 10 પાલડીમાં 9 કેસ સામે આવ્યા છે.

નારણપુરાના નિર્મલ એપાર્ટમેન્ટમાં 4 કેસ

નારણપુરામાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટમાં એક જ દિવસમાં 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાથે વાસણામાં પણ રવિકિરણપાર્ક ખાતે એક જ પરિવારના 4 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.

ધોળકામાં 6 સહિત જિલ્લામાં 12 કેસ સાથે કુલ 251, 2 મોત

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ ના કુલ 12 કેસ નોંધાયા હતા. કોરોનાથી ધોળકા અને વીરમગામમાં એક-એક મળી  કુલ બે પુરુષનું મોત થયું હતું. મંગળવારે નોંધાયેલા કેસોમાં જિલ્લાના દસ્ક્રોઈ એક, સાણંદ બે, બાવળા એક, વિરમગામ બે અને ધોળકામાં છ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાં 8 પુરુષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે.
આ સાથે કુલ કેસોની સંખ્યા 251 અને મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો દસ્ક્રોઇ 88 સાણંદ 32, બાવળા 13, વિરમગામ 13, ધોળકામાં 88 પોઝિટિવ કેસ છે. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા મંગળવારે 700 લોકોના  ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી 12 પોઝિટિવ કેસ આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here