અમદાવાદ : રામોલમાં 7 વર્ષ પૂર્વે દારૂની બાતમી આપનાર યુવકની હત્યા

0
22

અમદાવાદ : રામોલમાં 7 વર્ષ અગાઉ પોલીસને દારૂની બાતમી આપનાર 25 વર્ષીય ચેતન મરાઠીને બુટલેગર સંદિપ ઉર્ફે બીડીએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. રામોલ પોલીસે આરોપી સંદિપની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના કારણે પોલીસને દારૂ વેચનારા બુટલેગરોની બાતમી આપનારા પણ હવે સલામત નથી. કારણ કે, બાતમી આપનારાના નામ અને સરનામાં બુટલેગરોને મળી જાય છે.

ઘણા સમયથી નાના મોટા ઝઘડા થતા હતાં

સત્યમનગર પોપટલાલની ચાલીમાં રહેતા રમેશ મરાઠીની ફરિયાદ મુજબ તેમના પુત્ર ચેતન સાથે સંદીપ ઘણીવાર ઝઘડો કરતો હતો અને તે અંગે સંદીપે ઘરમાં જાણ કરી હતી. ચેતન ગઇકાલે સુરેલીયા રોડ અમરનાથ સોસાયટીના નાકા પાસે જાહેર રોડ પરથી પસાર થતો હતો. ત્યારે આરોપી સંદીપે તેને રોકી ઝઘડો કર્યો હતો. એકદમ ઉશ્કેરાઇ જઇને સંદીપે ખિસ્સામાંથી છરી કાઢી ચેતનની પાછળના ભાગે તથા ડાબા પગના ઢીંચણના પાછળના ભાગે ઘા મારી હત્યા કરી હતી. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એસ.દવેએ જણાવ્યું હતું કે, મૃતક ચેતન અને આરોપી સંદીપ વચ્ચે ઘણા સમયથી નાના મોટા ઝઘડા ચાલી રહ્યા હતાં. જેના કારણે બન્ને વચ્ચે લાંબા સમયથી દુશમનાવટ ચાલતી હતી. જેની અદાવત રાખીને આરોપી સંદીપે ચેતનને હથિયારના ઘા મારી મોત નિપજાવ્યું હતું. આરોપી સંદીપ વિરુધ્ધ હત્યાનો પ્રયાસ, દારૂ સહિત 7 ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here