Monday, October 25, 2021
Homeઅમદાવાદની 7 વર્ષની બાળકી માતાના ફોનમાં પોર્ન સાઇટ જોવા માંડી, ચોંકાવનારો સવાલ...
Array

અમદાવાદની 7 વર્ષની બાળકી માતાના ફોનમાં પોર્ન સાઇટ જોવા માંડી, ચોંકાવનારો સવાલ પૂછતાં માતા-પિતા ફફડી ઊઠ્યાં

સામાન્ય રીતે જે ઘરમાં નાનાં બાળકો હોય છે ત્યાં મા-બાપ તેમને તમામ સવલતો આપવા માટે તૈયાર થઈ જાય છે. આ બધાની વચ્ચે હાલના વ્યસ્ત સમયમાં મા-બાપ બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારીમાં છૂટીને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ એનું ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે એવું મનાતું હતું, પણ હવે એવું કંઈક બન્યું કે જે આવા મા-બાપ માટે જાગ્રત થવું જરૂરી બન્યું છે. અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં વિડિયો જોતી હતી. આ વિડિયો પોર્ન સાઈટનો હતો. એક દિવસ બાળકીએ માતાને પોર્ન સાઈટનો વિડિયો બતાવીને ચોંકાવનારો સવાલ કરતાં જ મા અને બાપ બંને ગભરાઈ ગયાં હતાં. આ પરિવારે સાઇબર એક્સપર્ટની મદદ લીધી અને હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.

બાળકી અભ્યાસ બાદ માતાનો ફોન લઈને યુટ્યૂબમાં વિડિયો જોતી હતી

લોકડાઉન બાદ અનલોક શરૂ થયું ત્યારે બાળકોને મોબાઈલમાં અભ્યાસ શરૂ થયો હતો. શહેરના અપર મિડલ ક્લાસમાં 7 વર્ષની બાળકી પણ ઓનલાઇન અભ્યાસ કરતી હતી. અભ્યાસ બાદ માતાનો ફોન લઈને તે યુટ્યૂબ વિડિયો જોતી હતી, પણ એમાંથી કોઈ લિંક પર તેણે ક્લિક કરી અને પોર્ન વિડિયો શરૂ થઇ ગયો, પણ આ સમયે માતા પણ અન્ય કોઈ જગ્યાએ વ્યસ્ત હતી, એટલે બાળકી મોબાઈલમાં શું કરે છે એનું ધ્યાન રહ્યું નહિ. રોજ રોજ બાળકી આ પ્રમાણે એ સાઇટ પર વિડિયો જોવા લાગી. એક દિવસ બાળકીએ માતાને પોર્ન વિડિયો દેખાડીને ના પૂછવા જેવો ચોંકાવનારો સવાલ કર્યો અને માતા ચોંકી ઊઠી. તેણે તાત્કાલિક પતિને આ વાત કરી હતી. તેમને કેટલાક પરિચિત પાસે મદદ માગી તો જાણવા મળ્યું કે આ બાળકી ઘણા સમયથી આ પ્રકારના વિડિયો જુએ છે.

જો સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતાં વાર નહિ લાગે

લોકડાઉનમાં પરિવારના દરેક લોકો સ્માર્ટફોન પર વધુ આધારિત બન્યા હતા. એમાં પણ જ્યારથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારથી બાળકો સૌથી વધુ સમય મોબાઈલમાં આપવા લાગ્યાં છે, પણ એની સાથે માતા-પિતા પોતાનું બાળક મોબાઈલમાં શું કરે છે એ જોવાનું ભૂલી ગયાં છે. શહેરના અપર મિડલ કલાસ પરિવારમાં બનેલી આ સત્ય ઘટના અનેક માતા-પિતાને અલર્ટ કરે છે. જો તમે સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતાં વાર નહિ લાગે.

શું કહે છે સાઇબર-એક્સપર્ટ

અમદાવાદના સાઇબર-એક્સપર્ટ કશ્યપ જોશી કહે છે, હાલના સમયમાં બાળકોને મોબાઈલમાં વિડિયો જોવાની લત લાગી છે, પણ તેમના માટેની યુટ્યૂબ ડાઉનલોડ કરી આપવી જોઈએ. અમારી પાસે બાળકો પોર્ન વિડિયો જોવા લાગ્યાં હોવાની જાણ થાય ત્યારે ખબર પડે છે કે કનેક્ટ લિંકથી આ પ્રકારે બાળકો એડિકટ થઈ જાય છે.

શું કહે છે આ પ્રકારના કેસની સારવાર કરતા ડોકટર

અમદાવાદના ડો.નીરવ ભટ્ટ કહે છે, માતા-પિતાઓ પોતાનાં બાળકોને મોબાઈલ આપીને છટકી ન જવું જોઈએ, જેથી તેમને ખરાબ આદત પડી જાય. હાલના સમયમાં બાળકોને માતા-પિતા સમય આપે તો જ તેમને આવી વસ્તુથી દૂર રાખી શકાય છે. બાળકોનું ગ્રાસ્પિંગ ખૂબ સારું હોય છે, પણ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ. અમારી પાસે હાલ બાળકોને લગતી અનેક સમસ્યાઓ આવે છે, જેને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ અને આ માટે હોમિયોપથી દવા ખૂબ ફાયદાકારક નીવડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments