Wednesday, December 8, 2021
Home70મો ગણતંત્ર દિવસ:વડાપ્રધાને 26 બાળકોને 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019' એનાયત કર્યો
Array

70મો ગણતંત્ર દિવસ:વડાપ્રધાને 26 બાળકોને ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019’ એનાયત કર્યો

નવી દિલ્હી: દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજે સવારે વડાપ્રધાને અમર જવાન જ્યોતિ પર શહીદોને સલામી આપી હતી. ત્યારપથી રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ, વડાપ્રધાન મોદી અને રક્ષામંત્રી નિર્મલા સિતારમણ પણ હાજર રહ્યા હતા. લાંસ નાયક નજીર અહેમદ વાનીને મરણોપાંત અશોકચક્ર એનાયત કરવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસે 20 છોકરા અને 6 છોકરીઓ સહિત 26 બાળકોને વડાપ્રધાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી સન્માનિત કર્યા છે.

અપડેટ્સ

10:21 AM: સર્વિસ કોર્પ્સ સ્ક્વોડ્સ અને સંયુક્ત બેન્ડ સ્ક્વોડે માર્ચ કરી. ત્યારબાદ 102 પંજાબ પાયદળ બટાલિયનએ સલામી આપી

10:20 AM: મદ્રાસ રેજીમેન્ટ , રાજપૂતાના રાઈફલ્સ અને ત્યારબાદ શીખરેજીમેન્ટે સલામી આપી હતી.

10:17 AM: વાયુસેનાનાં ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટરે આકાશમાં ડાયમંડ ફોર્મેશન બનાવીને ફ્લાઈપેસ્ટ કર્યુ

10:16 AM : આકાશ હથિયાર પ્રણાલી તરફથી સલામી તિરંગાને સલામી આપવામાં આવી

10:14 AM: M-777 A-2 અલ્ટ્રા લાઈટ હોવિત્જર તોપે તિરંગાને સલામી આપી

10:05 AM: MI-17 હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાવામા આવી

10:07 AM: મેજર જનરલ રાજપાલે પરેડમાં સૌપ્રથમ સલામી આપી

10:13 AM: કેપ્ટન નવનીત એરિકનાં નેતૃત્વ હેઠળ લડાકુ ટેંક T-90 ભીષ્મની ટેબલો રેલી યોજાઈ

10:02 AM: લાંસ નાયક નજીર વાનીને મરણોપરાંતને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યુ.

10.00 AM: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ધ્વજારોહણ કર્યુ

9.55 AM: મોદીએ મુખ્ય અતિથી સાઈરિલ રામફોસાનું સ્વાગત કર્યુ

9.50 AM: મોદી રાજપથ પહોંચ્યા

પહેલી વખત પરેડમાં 90 વર્ષથી પણ વધુ ઉમરનાં જવાન

ગણતંત્ર દિવસની પરેડમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ(INA)નાં ચાર પૂર્વ જવાનો ભાગ લેશે. જેમાં લાલતીરામ (98), પરમાનંદ (99), હીરા સિંહ (97), અને ભાગમલ (95)સહિતનાં જવાનો પરેડમાં હાજર રહેશે. INAનાં જવાનોને પહેલી વખત આ પરેડમાં આમંત્રિત કરાયા છે.

રાજપથથી લાલ કિલ્લા સુધી ગણતંત્ર દિવસની પરેડ

દોઢ કલાક સુધી ચાલનારી પરેડ રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. આ વર્ષે પરેડની આગેવાની નારી શક્તિ કરશે. આસામ રાઈફલ્સની મેજર ખૂશ્બુ કંવરના નેતૃત્વમાં મહિલા સૈનિકો પરેડમાં ભાગ લેશે. સેનાના જણાવ્યા પ્રમાણે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પરેડમાં મહિલા સૈનિકો વધારે જોવા મળશે. આ સિવાય રાજપથ પર એક મહિલા ઓફિસર બાઈક સ્ટંટ પણ કરશે. ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજથી લાગુ થયું હતું.

વિદેશી મહેમાન મુખ્ય અતિથિ

ગણતંત્ર દિવસે 1950થી જ વિદેશી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજાઓને બોલાવવાની પરંપરા છે. અત્યાર સુધી આ સમારોહમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન, પાકિસ્તાન અને ચીનથી લઈને પડોશી રાજ્ય ભૂટાન, શ્રીલંકાના પ્રમુખ ભાગ લઈ ચૂક્યા છે. ફ્રાન્સના પ્રતિનિધિ સૌથી વધારે વખત ગણતંત્ર દિવસ મારહોમાં મુખ્ય અતિથિ બન્યા છે. પહેલાં ગણતંત્ર દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મહેમાન બન્યા હતા. 2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. જોકે આ વખતે પણ ભારત સરકારે અમેરિકિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમારોહનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેમણે આ આમંત્રણનો સ્વીકાર ન કરતાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાઈરિલ રમપોસાને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા છે.

પરેડ માટે 600 કલાક તૈયારી કરે છે દરેક જવાન

ભારતીય સેના 26 જાન્યુઆરીની પરેડની તૈયારી ઓગસ્ટથી જ શરૂ કરી દે છે. આ દરમિયાન પરેડ માટે એક જવાન અંદાજે 600 કલાક તૈયારી કરે છે. જવાનોની શરૂઆતની તૈયારી તેમના રેજીમેન્ટમાં હોય છે. ડિસેમ્બરથી તેઓ દિલ્હીમાં પરેડની તૈયારી કરે છે. 26 જાન્યુઆરી 1950માં પહેલો ગણતંત્ર દિવસ રાજપથ પર નહીં પરંતુ ઈર્વિન સ્ટેડિયમમાં મનાવવામાં આવ્યો હતો. 1950થી 1954 સુધી ગણતંત્ર દિવસનો સમારોહ ક્યારેક ઈર્વિન સ્ટેડિયમ, ક્યારેક કિંગ્સવે કેમ્પ, ક્યારેક લાલ કિલ્લા પર તો ક્યારેક રામલીલા મેદાનમાં થયો હતો. 1955માં પ્રથમ વખત ગણતંત્ર સમારોહ રાજપથ પર થયો હતો. ત્યારથી અત્યાર સુધી નિયમીત રીતે આ કાર્યક્રમ રાજપથ પર જ થાય છે.

પહેલીવાર પરેડમાં 90થી વધુ ઉંમરના સૈનિક

ગણતંત્ર દિવસની પરેડમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના ચાર પૂર્વ સૈનિકો ભાગ લેશે. તેમાં 98 વર્ષના લાલતીરામ, 99 વર્ષના પરમાનંદ, 97 વર્ષના હીરા સિંહ અને 95 વર્ષના ભાગલ સિંહ ભાગ લેશે. આઈએનએના સૈનિકોને આ પરેડમાં પહેલીવાર બોલાવવામાં આવ્યા છે.

સેનાના દિલ્હી વિસ્તારના ચીફ ઓફ સ્ટોફ મેજર દનરલ રાજપાલ પુનિયાના જણાવ્યા પ્રમાણે અમેરિકામાંથી ખરીદવામાં આવેલી એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપ અને મેક ઈન ઈન્ડિયા અંર્તગત દેશમાં બનેલી કે-9 વજ્ર તોપ પહેલીવાર રાજપથ પર સેનાની તાકાતની ની ઝલક રજૂ કરશે. કે-9 વજ્ર તોપને લાર્સન અને ટુબ્રોએ બનાવી છે.
ડીઆરડીઓ દ્વારા બનાવેલી મધ્યમ અંતરની સતહથી હવામાં હુમલો કરનાર મિસાઈલ અને બખતરબંધ રિકવરી વાહન અર્જુન પણ આ પરેડમાં સામેલ થશે. તે સિવાય ઈંધણથી ચાલતી વાયુસેનાનું માલવાહક વિમાન એએન-32 રાજપથ પરથી પસાર થશે.

આ વખતે પરેડમાં હાથી પર બહાદુર બાળકોની ઝાંકી નહીં દેખાય. તેમની જગ્યાએ વડાપ્રધાન રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત 26 બાળકો જીપમાં સવાર થતાં દેખાશે. આ બાળકોનું શૈક્ષણિક, રમત-ગમત, બહાદુરી જેવા 6 ક્ષેત્રમાંથી પસંદ કરવામાં આવ્યા છે.
પરેડમાં સશસ્ત્ર સેના, અર્ધસૈન્ય બળ, દિલ્હી પોલીસ, એનસીસી અને એનએસએસના 16 માર્ચિંગ ટેબલા સાથે 16 બેન્ડ પણ જોવા મળશે. તે સાથે જ રાજ્ય, કેન્દર્ શાસિત પ્રદેશ અને મંત્રાલયની 22 ઝાંકી પણ રાજપથ પર જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments