70 કરોડ લોકોના આઈડી-પાસવર્ડ થયા છે હેક

0
42

વર્ષ 2019ની શરૂઆત સાથે જ સાઈબર સિક્યોરીટીમાં ગફલત સામે આવી છે. સાઈબર સિક્યોરિટી રિસર્ચરના મતે અંદાજે 70 કરોડ લોકો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક થયા છે. જે તે હવે જાહેર થઈ ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાના સાઈબર સિક્યોરિટી રિસર્ચર ટ્રોય હંટને દાવો કર્યો છે કે, આ ઈમેઈલ આઈડી અને પાસવર્ડ 12 હજાર અલગ અલગ ફાઈલમાં સ્ટોર કરવામાં આવ્યા છે.

આ ફાઈલની સાઈઝ 87 જીબીથી વધુ છે. ટ્રોય હંટના મતે ઈમેઈલ આઈડી અને પાસવર્ડને ફાઈલ શેયરિંગ વેબસાઈટ મેગા પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેઓએ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે કે, હાલ મેગા નામની ફાઈલ શેરિંગ વેબસાઈટ પર આ ફાઈલ્સ નથી. પણ આ ફાઈલો હજુ પણ હેકર્સ પાસે વેબ ફોરમ તરીકે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here