કોરોના દેશમાં 70.51 લાખ કેસ : 15 દિવસમાં બીજી સૌથી મોટી રિકવરી, 89 હજાર દર્દી સાજા થયા, એક્ટિવ કેસ પણ ઘટીને 8.67 લાખે પહોંચ્યા.

0
0

દેશમાં શનિવારે 74 હજાર 450 કોરોના સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે અને 89 હજાર 22 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 15 દિવસોમાં આ સૌથી મોટી રિકવરી છે. આનાથી વધારે92 હજાર 365 દર્દી 26 સપ્ટેમ્બરે સાજા થયા હતા. સતત નવ દિવસથી નવા કેસ કરતા વધુ દર્દી સાજા થઈ રહ્યા છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8.67 લાખ થઈ ગઈ છે. જે 17 સપ્ટેમ્બરે 10.17 લાખના પીક પર હતી.

છેલ્લા 24 કલાકમાં 921 સંક્રમિતોના મોત થયા છે. આ સાથે જ જીવ ગુમાવનારનો આંકડો 1 લાખ 8 હજાર 371 થઈ ગયો છે અત્યાર સુધી આ મહામારીના 70.51 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. 60.74 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે કહ્યું કે, રાજ્યમાં નવેમ્બર સુધી પુરી રીતે લોકડાઉન ખતમ થઈ જશે. હાલ રાજ્યમાં અનલોકનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને બાર 50 ટકા ગ્રાહક ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી ચુકી છે. લોકલ ટ્રેન, રાજ્ય પરિવહન અને ખાનગી બસો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે
  • ભુવનેશ્વરમાં બીજેડીના ધારાસભ્ય ઉમાકાંત સામંતરે કોરોના સંક્રમિત થયા પછી પણ પાર્ટી નેતા પ્રદીપ મહારથીના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો છે. જેના કારણે તેના વિરુદ્ધ જિલ્લા પ્રશાસને કોરોના વાઈરસ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવાનો કેસ નોંધ્યો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

શનિવારે રાજ્યમાં 1,616નવા કેસ નોંધાયા છે, 2,147 લોકો રિકવર થયા અને 25 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 45 હજાર 245 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 1 લાખ 27 હજાર 34 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 15 હજાર 612 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, સંક્રમણના કારણે અત્યાર સુધી 2,599 દર્દીઓના મોત થયા છે.

રાજસ્થાન

રાજ્યમાં શનિવારે 2,123 લોકો સંક્રમિત થયા અને 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 56 હજાર 908 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે, જ્યારે 1,636 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર 918 દર્દી સાજા થઈ ચુક્યા છે. હાલ 21 હજાર 354 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

બિહાર

બિહારમાં શનિવારે સંક્રમણના 1,140 કેસ નોંધાયા હતા. અહીંયા અત્યાર સુધી 1 લાખ 84 હજાર 966 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 1 લાખ 83 હજાર 7 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 11 હજાર 14 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 944 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં શનિવારે 11,416 લોકો સંક્રમિત થયા છે. 308 લોકોના મોત થયા છે અને 26 હજાર 440 લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે. અત્યાર સુધી 15 લાખ 17 હજાર 434 લોકો અહીંયા સંક્રમિત થયા છે. જેમાં 40 હજાર 40 દર્દીઓના મોત થયા છે, જ્યારે 12 લાખ 55 હજાર 779 લોકો સાજા થઈ ચુક્યા છે. 2 લાખ 21 હજાર 156 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં શનિવારે 3,046 નવા દર્દી વધ્યા, 4,063 લોકો સાજા થયા અને 60 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 4 લાખ 33 હજાર 712 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે આમાંથી 3 લાખ 87 હજાર 149 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 40 હજાર 210 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, સંક્રમણના કારણે અત્યાર સુધી 6,353 દર્દીઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here