રાજકોટ : 88 સેમ્પલમાંથી 70 નેગેટિવ, રેલવે અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે શાપરમાં શ્રમિકોએ આતંક મચાવ્યો હતો

0
0

રાજકોટ. રાજકોટમાં લેવાયેલા 88 સેમ્પલમાંથી 70 નેગેટિવ આવ્યા છે. જ્યારે 18ના રિપોર્ટ બાકી છે. 88 સેમ્પલમાંછી 76 શહેરના, 9 ગ્રામ્યના અને 3 અન્યા જિલ્લાના સેમ્પલનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં કુલ 80 કેસ નોંધાયા છે. જેમાં 58 દર્દીઓ સાજા થયા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. ભાવનગરમાં 107 કેસ નોંધાયા છે. રેલવે અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે શાપરમાં શ્રમિકોએ આતંક મચાવ્યો હતો

ગઇકાલે શ્રમિકોએ વાહનોમાં તોડફોડ કરી હતી

રેલવે અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવને કારણે શાપરમાં શ્રમિકોએ આતંક મચાવ્યો હતો

ગઇકાલે રાજકોટ નજીક શાપર-વેરાવળમાં શ્રમિકોએ આતંક મચાવ્યો હતો તે અંગે રાજકોટ ડીઆરએમએ જણાવ્યું હતુ કે, રાજકોટ રેલવે અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. સંકલનના અભાવે ગઇકાલે શ્રમિકો શાપર-વેરાવળમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. રાજકોટ પશ્ચિમ રેલવે દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગઇકાલે શ્રમિકોને મોકલવા માટે ટ્રેન લેઇટ હોવાનું કહ્યા બાદ બબાલ સર્જાઇ હતી. જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. કોઇ ટ્રેન રદ કરવામાં આવી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here